For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના વિવાદિત નેતા રાજા ભૈયાના વિવાદો પર એકનજર

|
Google Oneindia Gujarati News

પ્રતાપગઢ, 4 માર્ચઃ યુપીના કેબિનેટ મંત્રી રઘુરાજ પ્રતાપ સિંહે ડીએસપી હત્યા કેસમાં નામ ઉછળ્યા બાદ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી અખિલેશ યાદવને સોંપી દીધું છે, જેને મંજૂર કરી લેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કુંડાના ધારાસભ્ય રાજા ભૈયા પર પ્રતાપગઢ જિલ્લાના ડીએસપી જિયાઉલ હકની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે હેઠળ તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમના નજીકના ગુડ્ડુ સિંહ અને રાજીવ સિંહની રવિવારે ધરપકડ કરવામાં આવી છે.

ડીએસપી જિયાઉલ હકના પત્ની પરવીન આઝાદે રાજા ભૈયા અને તેમના નજીકના કુંડા પંચાયત અધ્યક્ષ ગુલશન યાદવ, શમિત સિંહ, હરિઓણ શ્રીવાસ્તવ અને ગુડ્ડુ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. તેમણે રાજા ભૈયા પર પોતાના પતિની હત્યાના ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ પોલીસે તુરત પગલાં ભર્યા છે.

જો કે, આ પહેલીવાર નથી કે રાજા ભૈયા વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ થયો હોય, તમને જણાવી દઇએ કે રાજા ભૈયા વિરદુદ્ધ 45 ગુનાહિત કેસો ચાલી રહ્યાં છે, તેમના પર હત્યા, અપહરણ, મારપીટ જેવા ઘણા સંગીન આરોપો છે. જો કે, ઘણા મામલાઓમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ઘણા મામલામાં હજુ નિર્ણય આવ્યા નથી.

રઘુ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા

રઘુ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા

કુંડા રિયાસના ભદરી ઘરાણામાંથી આવનારા રાજા ભૈયા જેલની સજા પણ કાપી ચૂક્યા છે. 1993માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુંડાના રાજકારણમાં પગ મુકનાર રાજા ભૈયાને તેમની બેઠક પર અત્યારસુધી કોઇ હરાવી શક્યું નથી. લખનૌ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવનારા રઘુરાજ પ્રતાપ સિંહે પહેલીવાર કુંડા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી. તેમની જીતનો સિલસિલો આજે પણ યથાવત છે. મુલામય સિંહના ઘણા જ નજીક ગણાતા રાજા ભૈયા અને વિવાદોનો સાથ ચોલી-દામન જેવો છે.

રઘુ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા

રઘુ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા

રાજા ભૈયાની કટ્ટર દુશ્મન રહેલા યુપીના પુર્વ મુખ્યમંત્રી માયાવતી કે જેમણે રાજા ભૈયાને જાહેરામાં કુંડાના ગુંડા કહીને સંબોધિત કર્યા હતા. તેમ છતાં રાજા ભૈયા પોતાના ચૂંટણી ક્ષેત્રમાં અનેક વખત રેકોર્ડ મતો સાથે જીતતા આવી રહ્યાં છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં રાજા ભૈયાએ પ્રદેશમાં સૌથી મોટી જીત નોંધાવી હતી. રઘુરાજને 1,11,392 મત મળ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી બસપાના શિવ પ્રકાશ મિશ્રા સેનાનીને 23, 137 મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 14341 મત મળ્યા હતા. કુંડા વિધાનસભાની બેઠક પર રાજા ભૈયાની સતત પાંચમી વખત જીત છે.

રઘુ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા

રઘુ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા

વર્ષ 2002માં માયાવતી સરકારે રાજા ભૈયા પર પોટા લગાવ્યો. વર્ષ 2003માં ફરીથી મુલામય સિંહની સરકાર આવી અને સરકાર આવ્યાની 25 મીનિટની અંદર જ રાજા ભૈયા પરથી પોટા સંબંધિત આરોપો હટાવી લેવામાં આવ્યા જો કે, સુપ્રીમ કોર્ટે બાદમાં સરકારને પોટા હટાવવા પર રોક લગાવી દીધી. 2004માં રાજા ભૈયા પરથી પોટા આખરે હટાવી લેવામાં આવ્યા, મુલાયમ સરકારમાં મંત્રી બન્યા બાદ તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી. મુલાયમે તેમને ફરીથી પોતાના મંત્રાલયમાં 2005માં ખાદ્યમંત્રી બનાવ્યા. પરંતુ, એ જ વર્ષે તેમના ઘર પર રેડ પાડનાર પોલીસ અધિકારી આર એસ પાંડેનું માર્ગ અકસ્માતમાં મોત થયું, જેના કારણે તેઓ ફરી એકવાર વિવાદોમા ફસાયા, વિપક્ષે કહ્યું કે, પાંડેના મોત માટે રાજા ભૈયા જ જવાબદાર છે. માયાવતીના કાર્યકાળમાં રાજા ભૈયા પર ખાસ નજર રાખવામાં આવી.

રઘુ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા

રઘુ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા

ગયા વર્ષે સત્તામાં પરત ફરેલી સપામાં રાજા ભૈયાને ફરીથી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા. કહેવામાં આવે છે કે પિતા મુલાયમ સિંહ યાદવના કહેવાથી અનિચ્છાએ અખિલેશ યાદે તેમને જેલમંત્રી બનાવ્યા હતા. શપત લેતીવેળા પણ રાજા ભૈયા વિવાદોને ઘેરામાં આવી ગયા હતા. તેમની ઉમરને લઇને ખાસી ચર્ચા થઇ હતી. અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન ભરતી વખતે રાજા ભૈયાએ તેમની ઉમર 38 વર્ષ જણાવી હતી, એટલે કે જ્યારે તેમણે પહેલીવાર 1993માં ધારાસભ્યની ચૂંટણી લડી હતી ત્યારે તેમની ઉમર માત્ર 19 વર્ષ હતી. જ્યારે ચૂંટણી લડવાની ઓછામાં ઓછી ઉમર 25 વર્ષ હોવી જોઇએ. જેના પર રાજા ભૈયાએ કહ્યું કે તેમની ઉમર સાથે સ્કૂલ સર્ટીફિકેટમાં છેડછાડ કરવામાં આવી છે. તેમણે કંઇ ખોટુ કર્યું નથી.

રઘુ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા

રઘુ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા

આ મહિને જ અખિલેશ મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવ્યો જેમાં રાજા ભૈયા પાસેથી જેલમંત્રાલય લઇને ખાદ્યમંત્રાલય સોંપવામાં આવ્યું હતું, જેમાંથી રઘુપ્રતાપ સિંહે રાજીનામું આપ્યું છે. કુંડાના ધારાસભ્ય રાજા ભૈયા પર પ્રતાપગઢ જિલ્લાના ડિએસપી જિયાઉલ હકની હત્યાનો આરોપ છે, જે હેઠળ તેમના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે અને તેમના નજીકના ગુડ્ડુ સિંહ અને રાજીવ સિંહની રવિવારે ધરપકડ કરવામાં આવી છે.

English summary
Raghuraj Pratap Singh alias Raja Bhaiya is a name of Controversy. Raghuraj Pratap Singh alias Raja Bhaiya resigned as Minister after he was booked for the murder of DSP Zia ul Haq.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X