For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં આગલા 7 દિવસમાં થઈ શકે છે ફ્લોર ટેસ્ટઃ સૂત્ર

સૂત્રો મુજબ મુખ્યમંત્રી અશોક ગહેલોતે આવતા સપ્તાહે એક વિધાનસભા સત્ર બોલાવવા અને સંસદમાં સરકારના બહુમત સાબિત કરવાની સંભાવના વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ પોતાના પડાવ પર આવતો દેખાઈ નથી રહ્યો. પહેલા હાઈકોર્ટ પછી હવે સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચવાથી રાજસ્થાનની રાજનીતિ પર સસ્પેન્સ વધી રહ્યુ છે. આ દરમિયાન સૂત્રો મુજબ મુખ્યમંત્રી અશોક ગહેલોતે આવતા સપ્તાહે એક વિધાનસભા સત્ર બોલાવવા અને સંસદમાં સરકારના બહુમત સાબિત કરવાની સંભાવના વ્યક્ત કરી છે.

ashok gehlot

અશોક ગહેલોત જૂથનો દાવો છે કે તેમના ઓછામાં ઓછા 103 ધારાસભ્યો તેમના પ્રત્યે વફાદાર છે. આમાં કોંગ્રેસના 88 ધારાસભ્ય, બીટીપી અને સીપીએમના ધારાસભ્ય, આરએલડીના એક અને 10 અપક્ષ ધારાસભ્ય શામેલ છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં હજુ પણ રાજકીય સંકટ એટલા માટે ચાલુ છે કારણકે રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ દરમિયાન સીપી જોશીએ પોતાની અરજીમાં તર્ક આપ્યો કે સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સહિત 19 અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યો સામે 24 જુલાઈ સુધી અયોગ્યતા કાર્યવાહીથી રોકવાનુ કોી અધિકાર ક્ષેત્ર નથી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે જલ્દી વિધાનસભાનુ સત્ર બોલાવવામાં આવી શકે છે. આમાં સરકાર ફ્લોર ટેસ્ટ પણ કરાવી શકે છે. માહિતી મુજબ સીએમ અશોક ગહેલોત વહેલી તકે વર્તમાન રાજકીય સંકટને ખતમ કરવા ઈચ્છે છે જેના માટે વિધાનસભા સત્ર બોલાવવાની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાએ પોતાના એક નિવેદનમાં કહ્યુ કે મંત્રીમંડળે વિધાનસભા સત્ર બોલાવવાનો અધિકાર સીએમ અશોક ગહેલોતને આપ્યો છે, તે જ્યારે ઈચ્છે ત્યારે રાજ્યપાલને કહીને વિધાનસભા સત્ર બોલાવી શકે છે. ડોટાસરાએ કહ્યુ કે વર્તમાન રાજકીય સંકટ વચ્ચે સ્પીકર, કોર્ટ અને સરકાર પોતપોતાનુ કામ કરશે.

'મને તારી બહેન પસંદ નથી, તારી સાથે જ લગ્ન કરીશ', સગીર સાથે જીજાએ કર્યો રેપ'મને તારી બહેન પસંદ નથી, તારી સાથે જ લગ્ન કરીશ', સગીર સાથે જીજાએ કર્યો રેપ

English summary
Rajasthan: floor test can be done by calling assembly session in a week
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X