For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ પહોંચ્યા પટણા, નિતિશ વિરૂદ્ધ નારેબાજી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rajnath-singh
પટણા, 23 જૂન: જેડીયૂ સાથે સંબંધ થોડ્યા બાદ પ્રથમવાર બિહાર પહોંચેલા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે આજે પટણા હવાઇ મથકે પહોંચતા સ્ટેટ હૈગર ફાળવવામાં ન આવતાં નારાજ ભાજપા કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી નિતિશ કુમાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી.

રાજનાથ સિંહના પટણા આગમન પર તેમના સ્વાગત માટે હવાઇમથક પર સ્ટેટ હૈંગર પરિસર ઉપલબ્ધ ન કરાવતાં આવતાં નારાજ ભાજપા કાર્યકર્તાઓએ નિતિશ કુમાર મુર્દાબાદ તથા હાય હાયના નારા લગાવ્યા હતા. ભાજપાના પૂર્વ મંત્રી ગિરિરાજ સિંહે નિતિશ સરકારના આ વ્યવહારને દુખદ ગણાવતાં પાર્ટી અધ્યક્ષના કાર્યકર્તા સંમેલન આયોજીત કરવા માટે અમે સ્કૂલના મેદાનની માંગણી કરી હતી તો તેમાં આનાકાની કરવામાં આવી જ્યારે અધિકાર રેલી સમયે ગત વર્ષે આ મેદાનમાં પોતાના કાર્યકર્તાઓને રોકાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બિહારના શિક્ષણ વિભાગ દ્વારા રાજનાથ સિંહના સંમેલન માટે મિલર સ્કૂલનું મેદાન ઉપલ્ધ ન કરાવવામાં આવતાં ભાજપા દ્વારા પટણા સ્થિત સંજય ગાંધી સ્ટેડિયમમાં આ કાર્યક્રમ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષના આજે પટણા આગમન પર પાર્ટી કાર્યકર્તાઓની ભીડને ધ્યાનમાં રાખતાં તેમના સ્વાગત માટે પટણા હવાઇ મથકના સ્ટેટ હૈંગર પરિસરની માંગણી કરી હતી પર તેને પૂરી પાડવાની મનાઇ કરી દિધી હતી.

તેમને કહ્યું હતું કે બિહારમાં એનડીએ શાસનકાળ દરમિયાન અને તેમના પહેલાં બધા રાજકીય પક્ષોએ સ્ટેટ હૈંગરનો ઉપયોહ કર્યો છે. ગિરિરાજે રાજ્ય સરકારના આ વ્યવહારને અયોગ્ય ગણાવતાં કહ્યું હતું કે જે સ્વસ્થ રાજકારણની વાત મુખ્યમંત્રી નિતિશ કુમાર કરે છે તેનાથી આ વિપરિત છે. રાજ્યની જનતા બધુ જાણે છે કે તેમની પાસે એક-એક વાતનો હિસાબ માંગશે.

English summary
Rajnath Singh arrived in Patna, fire on nitish kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X