Facts: ભારતીય રૂપિયા નહીં પોતાના સિક્કા ચલાવતા હતા

Posted By:
Subscribe to Oneindia News

ડેરા સચ્ચા સોદાના પ્રમુખ અને પોતાને ભગવાનનું સ્વરૂપ કહેનાર ગુરમીત રામ રહીમને બળાત્કારના કેસમાં દોષી સાબિત કરવામાં આવ્યા છે. આજે જ્યાં તેમને એક તરફ સજા સંભળાવવામાં આવી છે ત્યાં જ તેમના વિષે અનેક તેવી વાતો છે જે જાણીને તમને ખરેખરમાં નવાઇ લગાશે, પિતાજીની માફીથી લઇને પોતાના સિક્કા ચલાવવા અને રહસ્યમયી ગુફાથી લઇને નાનપણથી છોકરીને છેડવાના કારણે સ્કૂલથી નીકાળવા જેવા અનેક તથ્યો આ બાબાની આસપાસ ફરી રહ્યા છે. ત્યારે કોણ છે આ બાબા રામ રહીમ અને કેવી રીતે આટલા વર્ષોથી તેણે પોતાની એક અલગ જ દુનિયા બનાવી છે તે અંગે જાણો અહીં...

નાનપણથી મસ્તીખોર

નાનપણથી મસ્તીખોર

રામ રહીમને નાનપણથી જ ભણવાનો બિલકુલ શોખ નહતો. તે ભણવા કરતા મસ્તી કરવી, ટિખળ કરવી તેવી જ તમામ વસ્તુઓમાં રચ્યા પચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે છોકરીની છેડતીના કારણે નાનપણમાં જ તેમને સ્કૂલમાંથી નીકળવામાં આવ્યા હતા. અને તે 10મું ધોરણ નાપાસ છે. ગુરમીત રામ રહીમનો જન્મ 1967માં રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયો હતો. તે તેમના માતા-પિતાની એક માત્ર સંતાન હતા. ગુરમીત પહેલા તેમની એક મોટી બહેન પણ હતી પણ તેની મૃત્યુ થઇ ગઇ હતી. જેના કારણે તેના માતા-પિતાએ તેમને ખુબ જ લાડથી ઉછેર્યા હતા.

18 વર્ષે લગ્ન

18 વર્ષે લગ્ન

ગુરમીતના જન્મ પછી એક સંતે ભવિષ્યવાણી કરી હતી કે તે 23 વર્ષે ઘર છોડીને સાધુ બની જશે. તે માટે તેના માતા-પિતાએ 18 વર્ષે જ તેના લગ્ન કરી દીધા. રામ રહીમ તેના ઘરવાળા સાથે ડેરા જતો હતો. ધીરે ધીરે તે શાહ સતનામ સિંહનો અનુયાઇ બની ગયો અને તેને જ તેમણે રામ રહીમ નામ આપ્યું. પછીથી શાહ સતનામ સિંહની મોત પછી ગુરમીતને ડેરાની ગાદી સોંપવામાં આવી.

23 વર્ષે ગાદી સંભાળી

23 વર્ષે ગાદી સંભાળી

23 સપ્ટેમ્બર 1990માં સતનામ સિંહે ગુરમીત રામ રહીમને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. 23 વર્ષની ઉંમરે તે ડેરા પ્રમુખ બની ગયા. જે બાદ ડેરાથી 800 કિલોમીટર દૂર તેમણે પોતાનું એક આખું નગર ઊભું કર્યું.ગુરમીત રામ રહીમને 3 દીકરીઓ છે અને એક દિકરો છે. તે પછી તેમણે હનીપ્રીત ઝંસા નામની એક છોકરીને દત્તક લીધી હતી. તેમના પુત્રના લગ્ન બઠિંડાના પૂર્વ એમએલએ હરમિંદર સિંહ જસ્સીની દીકરીથી થયા છે.

જમાઇનો આરોપ

જમાઇનો આરોપ

ગુરમીતના જમાઇ વિશ્વાસ ગુપ્તાએ પોતાના સસરા પર ગંભીર આરોપ લગાવતા એક ટીવી ચેનલને કહ્યું છે કે ગુરમીત અને તેની દત્તક પુત્રી હનીપ્રીત ઇંસાને પણ પહેલાથી સંબંધ છે. પોતાના સંબંધોને છુપાવવા માટે તેમણે તેને મુહબોલી દિકરી બનાવી લીધી. 2011માં આપેલા એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેમણે દાવો કર્યો હતો કે તેણે બાબા અને હનીપ્રીતને એક રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં જોયા હતા.

પોતાનું ચલણ

પોતાનું ચલણ

ડેરા સચ્ચા સોદાના મુખ્યાલયની દુકાનોમાં ગ્રાહકોને નાની મુદ્દાઓ માટે એક અલગ જ મુદ્રા પ્રણાલી ચાલતી હતી. ડેરા પરિસરમાં અને આસપાસની દુકાનોમાં ગ્રાહકની પાસે જો 10 કે 50 ની નોટના છુટ્ટા ના હોય તો દુકાનદાર તેને પ્લાસ્ટિકના સિક્કા આપતા હતા. જેની પર ઘન ઘન સતગુરુ તેરા હી આસરા, ડેરા સચ્ચા સૌદા સિરસા તેવું લખેલું હતું.

English summary
Baba Ram Rahim Rare pictures and Unknown Facts, You never Know before.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.