For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોબરાપોસ્ટનો ખુલાસો: RBIએ ફટકારી ત્રણેય બેન્કોને નોટિસ

|
Google Oneindia Gujarati News

rbi
નવી દિલ્હી, 14 માર્ચ: રિઝર્વ બેન્કે એ ત્રણેય પ્રાઇવેટ બેન્કોને નોટીસ ફટકારી છે જેની પર કોબરા પોસ્ટે મની લોન્ડરીંગનો આરોપ લગાવ્યો છે. રિઝર્વ બેન્કના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આઇસીઆઇસીઆઇ, એચડીએફસી અને એક્સિસ બેન્કને કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી છે.

કોબરા પોસ્ટે આરોપ લગાવ્યો છે કે ત્રણે ખાનગી બેન્કો કાણા નાણાને સફેદ બનાવવાની ખુલ્લેઆમ પ્રવૃત્તિ કરી રહી છે, તેમજ ખોટી રીતે બ્લેકમની વિદેશમાં મોકલાવી રહી છે. કોબરા પોસ્ટે પોતાના ઓપરેશન રેડ સ્પાઇડરમાં આ ખુલાશો કર્યો છે. ત્રણેય બેન્કોનો જવાબ પણ આવી ચૂક્યો છે અને તેમણે આરોપોનો તપાસ કરવાનો દાવો કર્યો છે.

કોબરા પોસ્ટના અનિરુધ્ધ બહલે જણાવ્યું કે સ્ટિંગ દરમિયાન તેમના અંડરકવર રિપોર્ટરોએ એક કાલ્પનિક નેતાનો એજેન્ટ બનીને આ બેન્કોના અધિકારીઓ સાથે વાતચીત કરી તો તેઓ બેન્કોના નિયમોને નેવે મૂકીને બધી બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે તૈયાર થઇ ગયા.

ખાસ વાત એ છે કે આવું કરનાર ગ્રાહકો પાસે કેવાઇસી અને પેન પણ માગવામાં નથી આવતો. આ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલ પણ આવો જ આરોપ એચએસબીસી બેન્ક પર લગાવી ચૂક્યા છે, પરંતુ તેની સામે કોઇ તપાસ કરવામાં આવી નથી.

English summary
RBI given show cause notice to three suspected banks in money laundering.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X