નોટબંધીના 22 મા દિવસે આરબીઆઇએ લીધો એક મોટો નિર્ણય

Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી નોટબંધીની ઘોષણા કરાયા બાદ 22 માં દિવસે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) એ એક મોટો નિર્ણય લીધો છે. આરાબીઆઇએ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારમાં ખાતાધારકોને કાળાનાણા રાખનારાના ષડયંત્રથી બચાવવા માટે નવો નિયમ લાગૂ કરી દીધો છે.

rs

પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાયેલા બધા ખાતાઓ માટે આરબીઆઇએ આ નિયમ લાગૂ કર્યો છે. જે અંતર્ગત 'નો યોર કસ્ટમર(કેવાયસી)' એકાઉંટ ગ્રાહક એક મહિનામાં માત્ર 10,000 રુપિયા જ ઉપાડી શકશે.
બ્રાંચ મેનેજર હાલની પૈસા ઉપાડવાની મર્યાદા ઉપરાંત પણ પૈસા ઉપાડવાની મંજૂરી આપી શકે છે પરંતુ તેના માટે વ્યાજબી કારણો હોવા જોઇએ અને તેને બેંક રેકોર્ડમાં પણ રાખવાના રહેશે.

notice

લિમિટેડ કે કેવાયસી સિવાયના ખાતામાંથી એક મહિનામાં માત્ર 5000 રુપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવી છે. આરબીઆઇ મુજબ જનધન ખાતામાં 9 નવેમ્બરથી સ્પેસિફાઇડ બેંક નોટ્સ (એસબીએન) દ્વારા જમા કરાવેલા પૈસા પર આ લિમિટ લાગૂ થશે. સ્પેસિફાઇડ બેંક નોટ્સ એટલે 500 અને 2000 રુપિયાની નવી નોટ કે જે હાલમાં જ આરબીઆઇએ જારી કરી છે.

English summary
rbi issues new notification for jan dhan accounts to withdraw money.
Please Wait while comments are loading...