ઠાકરેને રાજકીય સન્માન મુદ્દે દાખલ થઇ આરટીઆઇ

20 નવેમ્બરે અબ્દુલ હાફિઝ ગાંધીએ આરટીઆઇ દાખલ કરી છે અને મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું છે કે શા માટે 18 નવેમ્બરના રોજ અંતિમ સંસ્કારમાં બાળ ઠાકરેને સંપૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું અને શા માટે તેમની અંતિમ ક્રિયા જાહેર સ્થળ શિવાજી પાર્કમાં કરવામાં આવે તેવી મંજૂરી આપવામાં આવી. હું જાણવા માંગુ છું કે ક્યા સંવિધાન હેઠળ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે બાળ ઠાકેરની અંતિમ ક્રિયામાં 20 લાખથી પણ વઘારે લોકો હાજર રહ્યાં હતા અને તેમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા તેમજ રાજ્ય સરકાર દ્વારા તેમને રાજકીય સન્માન આપવામાં આવે તેમ જણાવ્યું હતું. આમ કરવામાં આવ્યા બાદ એવો વિવાદ ઉભો થયો હતો કે શા માટે બાળ ઠાકરેને રાજકીય સન્માન આપવામાં આવી રહ્યું છે, શું તેઓ તેના હકદાર હતા?












Click it and Unblock the Notifications
