Blackbuck Case: સલમાન ખાનને મળ્યા જામીન પરંતુ દેશ નહીં છોડી શકે
India
oi-Anuj SP
By Prajapati Anuj
|
કાળા હરણ શિકાર મામલે સલમાન ખાનની મુસીબત ઓછી થવાનું નામ નથી લઇ રહી. આજે સેશન કોર્ટમાં સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી થશે. આ વચ્ચે રાજસ્થાનના 87 જજો ની એક સાથે બદલી કરી દેવામાં આવી છે. જેમાં સલમાન ખાન કેસની સુનાવણી કરનાર જજ રવિન્દ્ર જોશીનું પણ નામ શામિલ છે. શુક્રવારે સલમાન ખાનને બેલ આપવામાં મામલે સુનાવણી કરતા જજ રવિન્દ્ર જોશી ઘ્વારા નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. હવે તેમનું ટ્રાન્સફર સિરોહીમાં થઇ ગયું છે. હવે સલમાન ખાનની જામીન અરજીની સુનાવણી ચંદ્ર કુમાર સોનગરા કરશે.