શશિકલાને બીમાર પતિની મુલાકાત માટે 5 દિવસના પેરોલ

Written By:
Subscribe to Oneindia News

એઆઈએડીએમકેના નેતા શશિકલાને તેમના બીમાર પતિની મુલાકાત લેવા માટે 5 દિવસના પેરોલ આપવામાં આવ્યા છે. શશિકલા દ્વારા પેરોલ માટે અરજી કરવામાં આવી હતી, જે પછી તેમને 5 દિવસના પેરોલ આપવામાં આવ્યા છે. આ પહેલા પણ શશિકલા દ્વારા 15 દિવસના પેરોલ માટે અરજી કરવામાં આવી હતી, તે કર્ણાટકના જેલ વિભાગ દ્વારા નકારવામાં આવી હતી.

sasikala parole

15 દિવસના પેરોલ માટે શશિકલાએ પોતાના બીમાર પતિ નટરાજનને મળવાનું કારણ આગળ ધર્યું હતું, પરંતુ તે સમયે પેરોલ આપવામાં નહોતા આવ્યા. ત્યાર બાદ શશિકલાએ ફરી એકવાર પેરોલ માટે આવેદન કર્યું હતું, જેમાં તેમને 5 દિવસના પેરોલ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમના પતિ નટરાજન હાલ હોસ્પિટલમાં છે, જ્યાં તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થનાર છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાઇ રહ્યું છે. નટરાજનની ઉંમર 74 વર્ષની છે તથા તબીબોએ પણ તેમને પોતાની પત્નીને મળવાની સલાહ આપી છે.

English summary
Sasikala granted parole for 5 days to visit her ailing husband.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.