For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં કોંગ્રેસને બાબાનો સાથ મળ્યો, ભાજપમાં બેચેની

છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસનો સીધો મુકાબલો માનવામાં આવી રહ્યો છે જયારે અજિત જોગી આ મુકાબલાને ત્રિકોણીય કરવાની કોશિશમાં છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસનો સીધો મુકાબલો માનવામાં આવી રહ્યો છે જયારે અજિત જોગી આ મુકાબલાને ત્રિકોણીય કરવાની કોશિશમાં છે. આ બધાની વચ્ચે છત્તીસગઢ ચૂંટણીમાં કોઈ રસપ્રદ ફેક્ટર હોય તો, તે સતનામી સમાજનું સમર્થન છે. 10 કરતા પણ વધારે સીટો પર હાર અને જીત સતનામી સમાજ નક્કી કરે છે. છત્તીસગઢમાં 90 વિધાનસભા સીટોમાંથી 10 સીટો પર સતનામી સમાજની સીધી અસર છે. જયારે બીજી પણ કેટલીક સીટો પર સતનામી સમાજની પકડ છે. આ વખતે સતનામી સમાજના ગુરુ બાબા બાલદાસ કોંગ્રેસ સાથે ચાલ્યા ગયા છે, જેને કારણે રાજ્યમાં ચૂંટણી વધારે રસપ્રદ બની ચુકી છે. બાબાના સાથને કારણે કોંગ્રેસને સીધો ફાયદો મળશે તેવી વાત કહેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મળો અસલી જિંદગીના 'ન્યૂટન'ને, જે ગર્વ સાથે નિભાવી રહ્યા છે પોતાની ચૂંટણી ફરજો

કોંગ્રેસમાં આવ્યા સતનામી ગુરુ બાબા બાલદાસ

કોંગ્રેસમાં આવ્યા સતનામી ગુરુ બાબા બાલદાસ

સતનામી સમાજના ગુરુ બાબા બાલદાસ અને તેમના દીકરા ખુશવંત સહાય હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા છે. સતનામી સમાજને પહેલા અજિત જોગીનું સમર્થન માનવામાં આવતું હતું પરંતુ ગઈ ચૂંટણીમાં ભાજપે સતનામી પ્રભાવ ધરાવતી 10 સીટોમાંથી 9 સીટો પર જીત મેળવી હતી. ગઈ વખતે સતનામી સમાજના ગુરુ બાબા બાલદાસે પોતાના 21 ઉમેદવારોને ચૂંટણીમાં ઉતાર્યા હતા. પરંતુ આ વખતે તેઓ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે. અજિત જોગીએ કોંગ્રેસ છોડીને અલગ પાર્ટી બનાવી છે. તેવામાં સમીકરણ રસપ્રદ બની ચુક્યા છે.

ગઈ ચૂંટણીમાં ભાજપ પાસે 10 માંથી 9 સીટો

ગઈ ચૂંટણીમાં ભાજપ પાસે 10 માંથી 9 સીટો

ગઈ ચૂંટણીમાં સતનામી સમાજ પ્રભાવ વાલી 10 માંથી 9 સીટો ભાજપને મળી હતી. જો ભાજપ અહીં પાછળ પડી તો તેમના માટે સરકાર બનાવવું મુશ્કિલ થશે. છત્તીસગઢની આજ 10 સીટો રિઝર્વ કેટેગરીમાં આવે છે. તેની સાથે સાથે રાજ્યની બે ડઝન સીટો પર પણ સતનામી સમાજનો પ્રભાવ છે.

કોંગ્રેસને બાબા પાસે આશા

કોંગ્રેસને બાબા પાસે આશા

કોંગ્રેસને આશા છે કે સતનામી સમાજના પ્રભાવવાળી સીટો પર તેમને વધારે વોટો મળશે. કોંગ્રેસ નેતાઓ માની રહ્યા છે કે જે 10 સીટો પર ગઈ ચૂંટણીમાં તેઓ હાર્યા હતા ત્યાં તેઓ લીડ બનાવે તો ચોક્કસ ટક્કર આપી શકે છે. છત્તીસગઢના 18 સીટો પર પહેલા ચરણનું વોટિંગ 12 નવેમ્બરે થઇ ચૂક્યું છે. બાકીની 78 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે.

English summary
satnami guru baldas support to congress in chhatisgarh assembly elections 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X