For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલમ 370 પર SCએ સુનાવણી ટાળી, CJIએ ફરીથી અરજી દાખલ કરવા કહ્યું

કલમ 370 પર SCએ સુનાવણી ટાળી, CJIએ ફરીથી અરજી દાખલ કરવા કહ્યું

|
Google Oneindia Gujarati News

અનુચ્છેદ 370ને લઈ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે આ દરમિયાન કલમ 370 પર સુનાવણી ટાળી દીધી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજદાર એમએલ શર્માને બીજીવાર અરજી દાખલ કરવા કહ્યું. જો અરજદાર સુધારો કરી ફરીથી અરજી દાખલ કરે છે તો આના પર આગામી અઠવાડિયે સુનાવણી થઈ શકે છે. કલમ370 પર કુલ 7 અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 4 અરજીઓમાં સુપ્રીમ કોર્ટને કમી જાણવા મળી.

બે અરજીઓ પર સુનાવણી

બે અરજીઓ પર સુનાવણી

સુપ્રીમ કોર્ટે આજે બે અરજીઓ પર સુનાવણી કરી. પહેલી અરજીમાં અનુચ્છેદ 370 હટાવવાનો વિરોધ કર્યો. જ્યારે બીજી અરજીમાં કાશ્મીરમાં પત્રકારોથી સરકારનું નિયંત્રણ હટાવવાની માંગ કરવામાં આવી હતી. પહેલી અરજી એમએલ શર્માએ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું કે સરકારે આર્ટિકલ 370 હટાવીને મનમાની કરી, તેણે સંસદીય રસ્તો નથી અપનાવ્યો, રાષ્ટ્રપતિનો આદેશ અસંવૈધાનિક છે. એમએલ શર્માની અરજી પર સુનાવણી કરતા સીજેઆઈએ ફટકાર લગાવતા કહ્યું કે આ કેવા પ્રકારની અરજી છે. મને સમજમાં નથી આવી રહી. તેમણે પૂછ્યું કે અરજદાર કેવી રાહત ઈચ્છે છે.

પત્રકારો પરના પ્રતિબંધ હટાવવાની માંગ

પત્રકારો પરના પ્રતિબંધ હટાવવાની માંગ

બીજી અરજી કાશ્મીર ટાઈમ્સની સંપાદક અનુરાધા ભસીને દાખલ કરી. આ અરજીમાં કહેવામાં આવ્યું કે અનુચ્છેદ 370 સમાપ્ત થયા બાદ પત્રકારો પર લગાવવામાં આવેલ નિયંત્રણ ખતમ કરવામાં આવે. એટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે પ્રદેશમાં તમામ ન્યૂજ પેપર રિલીઝ થઈ રહ્યાં છે આખરે કાશઅમીર ટાઈમ્સ કેમ નહિ. અમે દરરોજ થોડા-થોડા કરીને પ્રતિબંધો ઘટાડી રહ્યા છીએ. જ્યારે સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે દરરોજ અમે પરિસ્થિતિઓને જોઈ ઢીલ આપી રહ્યા છીએ. સુરક્ષા બળો પર ભરોસો રાખો. અગાઉ દાખલ કરેલ એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનો મામલો સંવેદનશીલ છે, આના પર કેન્દ્ર સરકારને થોડો સમય આપવો જોઈએ.

બિલને અસંવૈધાનિક ગણાવ્યું

બિલને અસંવૈધાનિક ગણાવ્યું

જણાવી દઈએ કે 5 ઓગસ્ટે મોદી સરકારે જ્યારે આ ફેસલો લીધો અને જેવી રીતે બંને સદનમાં આ બિલ પાસ થયું, તેના પર ત્યારથી જ સવાલો ઉઠવા લાગ્યા હતા. કોંગ્રેસ સહિત કેટલીક વિપક્ષી પાર્ટીઓએ આ બિલ અને તેની રીતને અસંવૈધાનિક ગણાવી, સાથે જ દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટમાં આ બિલ આદેશ નહિ ટકે. જો કે કેટલાક વિશેષજ્ઞોએ આ ફેસલાનો યોગ્ય પણ ગણાવ્યો.

કાશ્મીરમાં સ્કૂલ-કોલેજો બંધ છે

કાશ્મીરમાં સ્કૂલ-કોલેજો બંધ છે

ઉલ્લેખનીય છે કે હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં કલમ 144 લાગૂ છે, સ્કૂલ-કોલેજ, મોબાઈલ ઈન્ટરનેટ, મોબાઈલ કોલિંગ બંધ છે. ટીવી કેબલ પર પણ રોક લગાવવામાં આવી છે. આ દરમિયાન કેટલાય નેતાઓ જેમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, ઓમર અબદુલ્લા, સજ્જાદ લોન સામેલ છે જેમને નજરબંધ કરવામાં આવ્યા છે. જેને લઈ કેટલાય રાજનૈતિક દળો મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.

<strong>આર્ટિકલ 370 નાબૂદ થયા પછી આખરે જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય શુ છે? </strong>આર્ટિકલ 370 નાબૂદ થયા પછી આખરે જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય શુ છે?

English summary
SC Canceled hearing on Article 370, CJI asked to re-apply
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X