SCનું ફરમાન: સરકાર બંગલા ખાલી કરો નહીતર નહી મળે પેન્શન

supreme-cout
નવી દિલ્હી, 5 જુલાઇ: દેશની સૌથી મોટી કોર્ટે પૂર્વ મંત્રીઓ, જજો અને સરકારી અધિકારી દ્વારા સરકારી બંગલા પર ગેરકાયદેસર રીતે કબજા પર ચિંતા વ્યક્ત કરતાં તેની આકરી ટીકા કરી છે. સરકારી બંગલા પર ગેરકાયદેસર કબજાને લઇને સુપ્રિમ કોર્ટે સખત નિર્દેશ જાહેર કર્યો છે. સુપ્રિમ કોર્ટના નિર્દેશાનુસાર હવે આ સરકારી બંગલામાં રહેનાર લોકોને નિવૃતિના ત્રણ મહિનામાં તેને ખાલી કરી દેવા પડશે.

ન્યાયમૂર્તિ પી સતશિવમની અધ્યક્ષાવાળી બેન્ચે કહ્યું હતું કે સરકારના બંગલામાં રહેનાર વ્યક્તિને નિવૃતિના ત્રણ મહિના પહેલાં તેને ખાલી કરવા માટે માહિતગાર કરવા પડશે. જો સમયમર્યાદામાં તે બંગલા ખાલી કરી શકતા નથી તો તેમને ફક્ત 30 દિવસનો વધુ સમયગાળો આપવામાં આવશે સાથે જ તેમને એક મહિનાનું ભાડુ રેવેન્યુના હિસાબે તથા દંડ પણ વસૂલવામાં આવશે.

સુપ્રિમ કોર્ટે તેના માટે સજાની જોગવાઇ પણ રાખી છે. જે મુજબ જો કોઇ સાંસદ સરકારી બંગલો ખાલી કરતો નથી તો ઑથોરિટી સ્પીકરને માહિતગાર કરશે અને સંસદીય સમિતિ આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરશે.

તો બીજી તરફ કોર્ટે જજોના બંગલા ખાલી કરાવવા માટે નિવૃતિ બાદ એક મહિનાનો સમયગાળો આપ્યો છે અને ખાલી ન કરવાની સ્થિતીમાં એક મહિનો વધારવાની જોગવાઇ પણ કરી છે. તો બીજી તરફ જો સાંસદ સરકારી બંગલા ખાલી નથી કરતાં તો તેમની ફરિયાદ સીધી લોકસભા અધ્યક્ષને કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X