For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની બીજી લહેર જીવલેણ, 6 મહિના બાદ 81 હજાર નવા કેસ

કોરોનાની બીજી લહેર જીવલેણ, 6 મહિના બાદ 81 હજાર નવા કેસ

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર જીવલેણ થઈ ગઈ છે. ગત 6 મહિનામાં પહેલીવાર રેકોર્ડ તોડ 81 હજારથી વધુ કોવિડ 19 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ વર્ષના સૌથી વધુ 469 લોકોનાં એક દિવસમાં કોરોના વાયરસથી મોત થયાં છે. સતત 9મા દિવસે દેશમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. શુક્રવારે 2જી એપ્રિલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ મુજબ ભારતમાં પાછલા 24 કલાકમાં કોવિડ 19ના 81466 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 469 લોકોનાં મોત થયાં છે. ગત 24 કલાકમાં 50356 લોકો કોરોનાથી રિકવર થઈ હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થઈ ગયા છે.

coronavirus

ભારતમાં કુલ 6 લાખ 14 હજાર 696 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 15 લાક 25 હજાર 39 લોકો રિકવર થઈ ગયા છે જ્યારે 1 લાખ 63 હજાર 396 લોકોના મોત થઈ ચૂક્યાં છે. અહીં ઈન્ફોગ્રાફિક્સમાં જુઓ કયા રાજ્યમાં કેટલા એક્ટિવ કેસ છે.અહીં ઈન્ફોગ્રાફિક્સમાં જુઓ કયા રાજ્યમાં કેટલા એક્ટિવ કેસ છે.

'PM મોદીના ટૉર્ચરના કારણે થયા અરુણ જેટલી અને સુષમા સ્વરાજના મોત', સ્ટાલિનના દીકરા ઉદયનિધિનુ વિવાદિત નિવેદન'PM મોદીના ટૉર્ચરના કારણે થયા અરુણ જેટલી અને સુષમા સ્વરાજના મોત', સ્ટાલિનના દીકરા ઉદયનિધિનુ વિવાદિત નિવેદન

ગુરુવારે ભારતમાં પાછલા 24 કલાકમાં કોવિડ 19ના 72330 નવા મામલા સામે આવ્યા હતા, જે આ વર્ષમાં સામે આવેલા સંક્રમણના સૌથી વધુ આંકડા હતા. આંકડાઓ મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 39544 નવા મામલા સામે આવ્યા હતા. જે બાદ છત્તીસગઢમાં 4563 અને કર્ણાટકમાં 4225 નવા મામલા સામે આવ્યા હતા.

English summary
second wave of coronavirus is dangerous, 81000 new cases in 6 month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X