For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરૂખ ખાન આતંકવાદી નથી: રાજ ઠાકરે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

raj-thackeray
મુંબઇ. 7 મે: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના સમર્થનમાં હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે ઉતરી આવ્યાં છે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે જે કંઇ પણ થયું છે તેને ભુલી જવું જોઇએ. તેમને કહ્યું હતું કે શાહરૂખ ખાન આતંકવાદી નથી તેમને વાનખેડે સ્ટેડિયમમાં આવતા અટકાવવા જોઇએ નહી. તેમને કહ્યું હતું કે જૂના ઝઘડાને ભૂલીને શાહરૂખ ખાનને વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવાની પરવાનગી મળવી જોઇએ.

આ પહેલાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં અભિનેતા શાહરૂખ ખાનને ન પ્રવેશવા દેવાનો વિવાદના બચાવમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ મેદાનમાં ઉતરી આવી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના એમસીએ (મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન)ને પત્ર લખીને બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને સ્ટેડિયમમાં પ્રવેશવા દેવાની માંગ કરી છે. આ દરમિયાન મુંબઇ પોલીસે એમસીએને કહ્યું છે કે તે શાહરૂખ ખાનને સ્ટેડિયમમાં પ્રવેશવાથી રોકશે નહી. પરંતુ આ ભ્રમ હજુ સુધી બનેલો છે કે શાહરૂખ ખાન વાનખેડેમાં આવશે કે નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે (2012માં) 18 મેના રોજ આઇપીએલ મેચ દરમિયાન શાહરૂખ ખાને મેદાનમાં જવાના મુદ્દે સુરક્ષાકર્મી સાથે વિવાદ થયો હતો. આ વિવાદ તે સમયે ઘણો વધી ગયો હતો. તે સમયે એમસીએના અધ્યક્ષ સ્વર્ગીય વિલાસરાવ દેશમુખની અધ્યક્ષતા વાળી મેનેજમેન્ટ કમેટીને શાહરૂખ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.

English summary
MNS chief Raj Thackeray has thrown his weight behind Kolkata Knight Rider’s co-owner Shah Rukh Khan saying he should be allowed to enter Wankhede Stadium.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X