મોદીના નામે ભડક્યાં શંકરાચાર્ય? પત્રકારને કર્યું ઝાપટમ સમર્પયામી

Posted By: Super
Subscribe to Oneindia News
Shankaracharya-Swami-Swaroopanand
જબલપુર, 23 જાન્યુઆરીઃ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર એટલો ગુસ્સો આવ્યો કે તેમણે એ પત્રકારને થપ્પડ મારી દીધી. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામથી ભડકી ગયા હતા અને તેમણે પત્રકારને તમાચો ચોડી દીધો હતો.

દ્વારિકાપીઠના શંકરચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ગુરુવારે મધ્યપ્રદેશના જબલપુરમા સિવિક સેન્ટર સ્થિત બગુલામુખી મંદિરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા. આ દરમિયાન એક સ્થાનિક પત્રકારે તેમને નરેન્દ્ર મોદી પીએમ બનવાને લઇને પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નથી શંકરાચાર્યને ઘણો ગુસ્સો આવ્યો અને તેમણે પત્રકારને થપ્પડ લગાવી દીધી. થપ્પડ માર્યા બાદ તેમણે પત્રકારને કહ્યું કે રાજકારણ ના કરો.

એ દરમિયાન આ સમગ્ર ઘટના અન્ય મીડિયા કર્મીના કેમેરામાં કેદ થઇ ગઇ. નોંધનીય છે કે આ પહેલા પણ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને રાજકારણ પર પ્રશ્ન પૂછવામાં આવતા રહ્યાં છે અને તેઓ બેબાક નિવેદન પણ કરતા રહે છે, પરંતુ મોદીના નામ પર તેમને આ પ્રકારે ગુસ્સો થવો એ એક પ્રશ્ન ખડો કરે છે. સાથે જ તેમના આ આચરણને લઇને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે, શું એક સંતને આ પ્રકારનું વ્યવહાર શોભે છે?

English summary
Shankaracharya Swami Swaroopanand slaps reporter on Modi question

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.