For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પવારે ઇશરત જહાં એન્કાઉન્ટર પર મોદીની કરી ટીકા

|
Google Oneindia Gujarati News

sharad pawar
થાણે, 20 મે : વર્ષ 2004માં કહેવાતા નકલી એન્કાઉન્ટરમાં મુંબરાની રહેનાર ઇશરત જહાંની હત્યાના મામલામાં નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારે અત્રે કહ્યું કે મુખ્યમંત્રી અને ગુજરાત પોલીસે કોલેજની એક નિર્દોષ યુવતીને એક આતંકવાદી બતાવી તેની હત્યા કરી નાખી.

પવારે ગઇકાલે મુંબરાની મુલાકાત પર કહ્યું કે મોદીએ ત્યારે જાહેરાત કરી હતી કે આતંકવાદીયોને ઠાર મારવા પર તેમને તેમના પોલીસદળ પર ગર્વ છે. તેમણે કહ્યું હતું કે આ એન્કાઉન્ટર ગુજરાત પોલીસની ઉપલબ્ધિ છે જ્યારે મુંબઇ પોલીસ પોતાનું કર્તવ્ય કરવામાં નિષ્ફળ રહી.

તેમણે કહ્યું કે 'ઇશરત નિર્દોષ હતી પરંતુ તેને આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવી. હવે આ ઘટના ગુજરાત સરકારને પરેશાન કરી રહી છે. વિધાયક જિતેન્દ્ર અવહદે આ મામલાને ઉઠાવ્યો અને તેને નિર્દોષ સાબિત કરવા તથા ગુજરાત પોલીસનો ભાંડાફોડ કરવા લાંબી લડાઇ લડી.'

ઉલ્લેખનીય છે કે 15 જૂન 2004ના રોજ 19 વર્ષીય ઇશરત જહાં અને તેની સાથે જાવેદ શેખ ઉર્ફ પ્રનેશ પિલ્લઇ, અમજદલી અકબરલી રાણા અને જીશાન જોહરની અમદાવાદની બહાર કોતરપૂર વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી હતી. ગુજરાત પોલીસનો દાવો છે કે તેઓ આતંકવાદી હતા જે શહેરમાં મોદીની હત્યા કરવા માટે આવ્યા હતા.'

મુંબરામાં ગઇકાલે રાત્રે એક જનસભાને સંબોધિત કરતા તેમણે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી કે શહેરમાં જારી વીજળી કાપને ખતમ કરે જેથી આ વિસ્તારનો વિકાસ થઇ શકે. તેમણે જણાવ્યું કે મુંબરા એક સમયે બધા પ્રકારના સમાજ વિરોધી ક્રિયાકલાપ અને અપરાધિયોનું આશ્રયસ્થાન હતું પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. માટે સરકાર અને સમાજને આ શહેર પ્રત્યે પોતાનો નજરીયો બદલવાની જરૂર છે.

English summary
Fake encounter case: Sharad Pawar slams Narendra Modi over Ishrat Jahan's killing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X