For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંઘનું વાકબાણ- 'શિંદે આતંકીઓના ડાર્લિંગ બની રહ્યા છે'

|
Google Oneindia Gujarati News

ram madhav
નવી દિલ્હી, 21 જાન્યુઆરી: દેશના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આપેલા હિંદુ આતંકવાદ પર કરેલી ટિપ્પણીએ ચર્ચાનું જોર પકડ્યું છે. આરએસએસ નેતા રામ માધવે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પર નિશાનો સાધતા જણાવ્યું કે શિંદે આતંકવાદિઓના ડાર્લિંગ બની ગયા છે. બીજી તરફ તેમને જમાત-ઉદ-દાવા બધાઇ આપી રહ્યું છે. આવા પ્રકારના નિવેદનથી શિંદે ભારતના દુશ્મનોની મદદ જ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે પર સંઘ નેતા રામ માધવે જણાવ્યું હતું કે જો શિંદે જો શિંદે સમાચારપત્રોનો હવાલો આપીને કઇ કહે છે તો તેમને ન્યૂઝ એન્કર હોવું જોઇએ, દેશના ગૃહમંત્રી નહીં. શિંદેએ કહ્યું હતું કે આરએસએસ પોતાના શિબિરોમાં હિન્દુ આતંકવાદને વિકસાવી રહ્યા છે. શિંદેએ જણાવ્યું હતું કે તેમણે એ જ કહ્યું હતું જે મીડિયામાં આવ્યું હતું, અને તેમનો ઇશારો 'ભગવા આતંકવાદ' તરફ હતો.

અખિલ ભારતીય કોગ્રેસ કમેટીની ચિંતન શિબિરમાં શિંદેએ દક્ષિણ પંથી તત્વોના આતંકવાદી ઘટનાઓમાં સંલિપ્તતા તરફ ઇશારો કર્યો હતો અને જણાવ્યું હતું કે ભ્રામક સૂચનાઓથી સાવધાન રહેવાની જરૂરત છે. શિંદેએ જણાવ્યું હતું કે તપાસ રિપોર્ટમાં અમને જાણવા મળ્યું છે કે બીજેપી અથવા આરએસએસ પોતાની શિબિરોમાં હિંન્દુ આતંકવાદને વધારવાનું કામ કરી રહ્યા છે. જે ચિંતાની વાત છે. જોકે બાદમાં શિંદેએ જણાવ્યું હતું કે આમાં નવી વાત કંઇ નથી. આ બધું ઘણી વખત સમાચાર પત્રોમાં આવી ચૂક્યું છે. મે ભગવા આતંકવાદની વાત કરી છે.

પોતાના ભાષણમાં શિંદેએ સમજોતા એક્સપ્રેસમાં વિસ્ફોટ, હૈદરાબાદની મક્કા મસ્જીદ અને મહારાષ્ટ્રના માલેગાવની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે એવી ભ્રામક સૂચનાઓથી બચવું જોઇએ કે બોમ્બ લઘુમતી સમુદાયના લોકોએ મૂક્યો હતો. શિંદેના આવા નિવેદનબાદ ભાજપ અને આરએસએસના નેતાઓએ શિંદે અને કોંગ્રેસ પર વાકબાણ કરવાનું ચાલુ કરી દીધું છે અને માફી માગવા જણાવ્યું છે.

English summary
Shinde's remarks have made him 'darling of terrorists', says RSS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X