શિવસેનાનો ભાજપ પર પ્રહાર, બુર્ખાવાળીઓ પર છે ધ્યાન!
મુંબઇ, 6 નવેમ્બર: એકબાજુ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવીને ભાજપ તેમની હિન્દુત્વવાદી ઇમેજનો લાભ ખાટવા માગે છે, જ્યારે બીજી બાજુ એનડીએના એક મહત્વપૂર્ણ ઘટક દળે પરોક્ષરીતે મોદી અને તેમની પાર્ટી મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ લગાવ્યો છે.
શિવસેનાએ જણાવ્યું છે કે આ દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની લાઇન લાગી ગઇ છે. સત્તા માટે લોકો રામ મંદિર અને સમાન નાગરિક કાનૂન જેવા મુદ્દાઓને નેવે મૂકીને પોતાની રેલિયોમાં 'બુર્ખાવાળી' મહિલાઓને એકત્રિત કરવા માટે વિશેષ પ્રયાસ કરી રહ્યા છે. આ વાતોને જોઇને કોઇ પણ કહી શકે છે કે શિવસેનાના નિશાના પર નરેન્દ્ર મોદી જ છે.
મોદી ભલે જ પોતાને રાષ્ટ્રવાદી હિન્દુ કહેતા ફરતા હોય, પરંતુ તેમની આ વાતનો એનડીએની સહયોગી પાર્ટી શિવસેનાને વિશ્વાસ નથી. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં મોદી પર પરોક્ષ રીતે જોરદાર હુમલો કર્યો છે. સંપાદકીયના કેન્દ્રમાં પ્રત્યક્ષ રીતે ભલે સીનિયર કોંગ્રેસી નેતા મણિશંકર અય્યર છે, પરંતુ અસલ નિશાનો મોદી પર લગાવવામાં આવ્યો છે.
સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, 'મુસ્લિમ તુષ્ટિકરણનો ભયંકર શાપ આ દેશને લાગી રહ્યો છે. સત્તા હાસલ કરવા માટે લોક રામ મંદિર અને સમાન નાગરિક કાનૂન જેવા મુદ્દાઓને નેવે મૂકી દેવામાં આવે છે અને સાર્વજનિક સભાઓમાં બુર્ખાવાળી મહિલાઓને એકત્રિત કરવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવે છે. દરેકને ધર્મનિરપેક્ષ થવાની ઊતાવળ છે અને મુસલમાનોનો તારણહાર બનીને ડંકો વગાડવો છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ પાપ નષ્ટ કરવાને બદલે જેને જુઓ તે મુસલમાનોના તુષ્ટિકરણની સ્પર્ધામાં ઊતરી ગયો છે. ધર્મનિરપેક્ષતા એક ઝેર છે. ધર્મનિરપેક્ષતા એક અધર્મ છે. મુસલમાનોનું તુષ્ટીકરણ એક દિવસ આ દેશના અસ્તિત્વ અને સંસ્કૃતિને નષ્ટ કરી દેશે.'