'શિવસેનાએ બંધ પાળવા કોઇની પર દબાણ નથી કર્યું'

સંજયે જણાવ્યું કે 'જો કોઇ યુવાન કોઇ સોશિયલ સાઇટ પર આ અંગે વાંધાજનક ટિપ્પણી કરે છે જેનાથી કાનૂન વ્યવસ્થા બગડવાનો ડર છે તો પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ખોટી નથી.'
ઉલ્લેખનીય છે કે શિવસેના સુપ્રિમો બાળા સાહેબ ઠાકરેના નિધન બાદ મુંબઇ સંપૂર્ણપણે બંધ થઇ ગયુ હતું, જેને લઇને પાલઘર રહેવાસી 21 વર્ષીય શાહીન ઢાઢાએ ફેસબુક પર કોમેન્ટ કરી હતી કે બાળ ઠાકરેના મૃત્યુ પછી શા માટે મુંબઇ શહેર બંધ પાળી રહ્યું છે. આ પ્રકારની કોમેન્ટ બાદ મુંબઇ પોલીસે બંને યુવતીઓની ધરપકડ કરી હતી.
આ પ્રકારની કોમેન્ટના અમુક કલાક પછી શાહીનના કાકાની હોસ્પિટલ પર અમુક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હિંસા અને તોડફોડ કરવા સબબ ગુન્હો નોંધ્યો હતો.












Click it and Unblock the Notifications
