For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠાણે દૂર્ઘટનામાં અધિકારીઓ સહિત 8ની ધરપકડ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 7 એપ્રિલ: ઠાણે બિલ્ડિંગ દૂર્ઘટના માટે જવાબદાર પાંચ દોષી અધિકારીઓ સહિત આઠ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટિલે રવિવારે આ જાણકારી આપી.

પાટીલે જણાવ્યું કે ધરપકડ કરાયેલ લોકોમાં ઠાણે નગર નિગમના સસ્પેન્ડેન્ડ ડેપ્યુટી મ્યુનિસિપાલ કમિશ્નર દીપક ચૌહાણ, સહાયક મ્યુનિસિપાલ કમિશ્નર બાબાસાહેબ અંધાલે, ક્લર્ક કિરણ મડકે, કોર્પોરેટર હીરા પાટીલ અને પોલીસ અધિકારી સૈયદનો પણ સમાવેશ થાય છે.

thane
પાટીલે જણાવ્યું કે ડેપ્યુટી મ્યુનિસિપાલ કમિશ્નર દીપક ચૌહાણના 'સંગ્રાહક'ના રૂપમાં કામ કરનાર જબ્બાર પટેલ નામના એક વ્યક્તિને પણ ધરદબોચી લેવામાં આવ્યો છે. જોકે એક પૂર્વ સહાયક મ્યુનિસિપાલ કમિશ્નર જેની ઓળખ થોરબોલેના રૂપમાં કરવામાં આવી છે તે ફરાર છે.

રવિવારે થયેલી આ ધરપકડો ઉપરાંત બે બિલ્ડરો- જમીન કૂરેશી અને સલીમ શેખની ધરપકડ પહેલા જ થઇ ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી દૂર્ઘટનાની તપાસના આદેશ પહેલા જ આપી ચૂક્યા છે. શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સંયુક્ત સચિવ આ ઘટનાની તપાસ કરશે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક અત્યાર સુધી 74 સુધી પહોંચ્યો છે.

English summary
Six people have been arrested in connection with the collapse of a seven-storey building at Thane that left 74 people dead, Maharashtra Home Minister R.R. Patil said Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X