For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહો આશ્વર્યમ: 28 વર્ષના પિતાને 58 વર્ષના પુત્રએ આપ્યો મુખાગ્નિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રેવાડી, 5 સપ્ટેમ્બર: હેડિંગ વાંચીને તમને આશ્વર્ય થશે કે આવું કેવી રીતે સંભવ છે. આ ઘટના રેવાડી(હરિયાણા)ની છે, જ્યાં 58 વર્ષના પુત્ર રામચંદરે પોતાના પિતા જગમાલ સિંહ જેમનું 28 વર્ષની ઉંમરે 7 ફેબ્રુઆરીના રોજ 1968ના રોજ હિમાચલ પ્રદેશના દક્ષિણી ઢક્કા ગ્લેશિયરમાં ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મૃત્યું થઇ ગયું છે.

તેમની ચિતાને મુખાગ્નિ આપી, જગમાલનો મૃતદેહ 45 વર્ષોથી ગ્લેશિયરમાં દબાયેલો હતો, જેને સેનાએ તાજેતરમાં મેળવી લીધી છે. મૃતદેહને તેમના પરિવારને સોંપી દિધી છો.

soldier.

શહીદનો દરજ્જો આપવામાં આવ્યો

જગપાલની પૌત્રીએ જણાવ્યું હતું મારા નાની (જગપાલની પત્ની) હંમેશા તેમના ફોટા સામે દિવો સળગાવીને તેમને યાદ કરતી હતી અને હંમેશા તેમને મળવાની પ્રાર્થના કરતી હતી. પૌત્રીનું કહેવું છે કે અમે ઇચ્છિએ છીએ કે નાના (જગપાલ)ને શહીદનો દરજ્જો આપવામાં આવે અને તેમના પરિવારને તે બધી સુવિધાઓ આપવામાં આવે જે શહીદ પરિવારને મળે છે. જગપાલના અંતિમ દર્શન કરનાર તેમના પુત્ર અને તેની પુત્રી ભાવુક થઇ ગયા છે અને કહ્યું હતું કે કદાચ આજે માતા જીવતી હોત.

આ વિષય પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રામવિલાસ શર્માએ કહ્યું હતું કે આટલા સમય બાદ જગપાલનો મૃતદેહ મળવો એક ચમત્કાર છે, અમે સરકારને અપીલ કરીશું કે તેમને અને તેમના પરિવારને તે સન્માન અને આર્થિક મદદ મળે જે કારગિલના શહિદોને મળે છે.

English summary
A soldier named Jagmal, who was died On February 7, 1968 in a plane crash has been cremated after 45 years in Rewari, Haryana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X