For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અચાનક માયાવતીના દિલ્હી સ્થિત બંગલે પહોંચ્યા અખિલેશ, કરી દીધી UPની ડીલ સીલ

અચાનક માયાવતીના દિલ્હી સ્થિત બંગલે પહોંચ્યા અખિલેશ

|
Google Oneindia Gujarati News

લખનઉઃ લોકસભા ચૂંટણી 2019 માટે બસપા સુપ્રીમો માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ વચ્ચે શુક્રવારે મહત્વપૂર્ણ મુલાકાત થઈ. યૂપીમાં ક્યારેક એકબીજાના રાજનૈતિક દુશ્મન રહેલ બંને પાર્ટીઓની વચ્ચે 37-37 સીટ પર સહમતિ બની ગઈ છે. લોકસભા ચૂંટણી માટે સપા-બસપા 37-37 સીટ પર પોતાના ઉમેદવારો ઉતારશે જ્યારે બે સીટ રાષ્ટ્રીય લોકદળ માટે છોડવામાં આવશે. અમેઠી અને રાયબરેલી સીટ કોંગ્રેસ માટે છોડવામાં આવશે.

37-37 સીટ પર લડશે બસપા

37-37 સીટ પર લડશે બસપા

સમાજવાદી પાર્ટી અને બસપાના ઠબંધનનો ફોર્મ્યૂલા તૈયાર થઈ ચૂક્યો છે. આ ગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળને પણ જગ્યા આપવામાં આવી છે. અહેવાલો મુજબ પ્રદેશની 80 લોકસભા સીટ પર સપા અને બસપાએ અડધી-અડધી સીટ પર લડવાનો ફેસલો કર્યો છે. બંને દળ 37-37 સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે. સાથે જ 2 સીટ અજીત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોક દળ માટે રાખવામાં આવી છે. કોંગ્રેસે જેવી રીતે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણીમાં બસપા અને સપાની અવગણના કરી તેનું નુકસાન અહીં ભોગવવું પડી શકે છે.

કોંગ્રેસ માટે બે સીટ છોડી

કોંગ્રેસ માટે બે સીટ છોડી

સૂત્રો મુજબ બે સીટ અમેઠી અને રાયબરેલી કોંગ્રેસ માટે છોડવામાં આશે. જ્યારે બચેલ અન્ય બે સીટ કોઈ અન્ય પક્ષ માટે રિઝર્વ કરવામાં આવી શકે છે. સંભવતઃ ઓમપ્રકાશ રાજભર જેવી રીતે બગાવતી સુર ભાજપ વિરુદ્ધ અપનાવી રહ્યા છે, તેને જોતાં બંને પક્ષના રણનીતિકારોને લાગે છે કે રાજભર આ ગઠબંધન સાથે આવી શકે છે. એવી સ્થિતિમાં બચેલ બે સીટ પર રાજભરની સાથે સમજૂતી કરવામાં આવી શકે છે.

દિલ્હી સ્થિત બસપા સુપ્રીમોના ઘરે બેઠક થઈ

દિલ્હી સ્થિત બસપા સુપ્રીમોના ઘરે બેઠક થઈ

જણાવી દઈએ કે શુક્રવારે બસપા સુપ્રીમોના દિલ્હીના ત્યાગરાજ માર્ગ સ્થિત ઘર પર અખિલેશ સાથે બેઠક થઈ. માયાવતીના ઘર પર અખિલેશ બે કલાકથી પણ વધુ સમય સુધી રહ્યા. આ દરમિયાન આગામી લોકસભા ચૂંટણીને લઈ બંને વચ્ચે સીટની વહેંચણી સંબંધિત વાતચીત થઈ. આ બેઠક દરમિયાન સપા અને બસપા સુપ્રીમોએ ગઠબંધન પર મોહર લગાવવાની સાથે સીટની સંખ્યાને પણ મંજૂરી આપી દીધી છે.

5 જાન્યુઆરીએ પણ પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી, જાણો આજનો ભાવ 5 જાન્યુઆરીએ પણ પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી, જાણો આજનો ભાવ

English summary
SP-BSP will fight in 37-37 seats in UP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X