For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભાની ચુંટણીમાં ભાજપ 'હાફ' સપા 'સાફ' કોંગ્રેસ 'ટોપ': બેની પ્રસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

beni-prasad
બહરાઇચ, 25 જૂન: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ભારત સ્ટીલ ઓથોરિટી (સેલ) પ્રોસેસિંગ યુનિટના શિલાન્યાસ કરવા માટે આવેલા કેન્દ્રિય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ 'ટોપ' કરશે, ભાજપા 'હાફ' થઇ જશે અને સપા 'સાફ' થઇ જશે.

ત્યારબાદ સમાજવાદી પાર્ટી (સપા) કાર્યકર્તાઓએ તેમને કાળા વાવટા બતાવ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સપા તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સભાસ્થળ પર ઝપાઝપી થઇ તથા તેમને એકબીજા પર ખુરશીઓ ફેંકી કેટલાક લોકોને ઇજા પહોંચી હતી.

બેની પ્રસાદ વર્મા રિસિના પોલીસ વિસ્તારના ગોદ્રી બસાહી ગામમાં એક અરબ રૂપિયાના ખર્ચે સ્થાપવામાં આવનારી સેલના પ્રોસેસિંગ યુનિટનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા.

તેમને એમપણ કહ્યું હતું કે આ વખતે તો સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ ચૂંટણી હારી જશે. સપા ફક્ત બે સીટો સુધી સિમિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં હાજર સપા કાર્યકર્તાઓને ઉભા થઇને બેની પ્રસાદ વર્મા વિરૂદ્ધ નારેબાજી કરી હંગામો મચાવ્યો હતો.

English summary
SP activists raised slogans and clashed with Congress workers during the foundation stone laying ceremony of a processing unit of Steel Authority of India by Union Steel Minister Beni Prasad Verma.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X