For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેશ અગ્રવાલે કહ્યું 'મોદીએ લગ્ન નથી કર્યા તેઓ શું સમજે પરિવારવાદ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ઓક્ટોબર: હાલમાં દેશમાં ચૂંટણીનું વાતાવરણ ગરમાઇ રહ્યું છે, તેવામાં નેતાઓની વચ્ચે એકબીજા પર ટિકાટિપ્પણીઓનો દૌર ચાલતો રહે છે. પોતાની મર્યાદાઓને ભૂલાવીને નેતાઓ હવે અભદ્ર ટિપ્પણી કરવા પર ઉતરી આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં પાર્ટીઓનો દૌર ચાલુ કરનાર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઝાંસીથી સપા, બસપા અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે આના જવાબમાં મોદી પર અભદ્ર ટિપ્પણી કરી દીધી છે.

નરેશ અગ્રવાલે જણાવ્યું કે 'હું નથી સમજી શકતો કે બીજેપીએ મોદીને ગામના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા છે કે દેશના. તેઓ મુદ્દાઓની વાત નથી કરી રહ્યા. જ્યાં સુધી પરિવારવાદની વાત કરી રહી છે બીજેપી, હું કહી રહ્યો છું કે જે ભાજપમાં લગ્નનું ચલણ જ નથી તેઓ પરિવારનો અર્થ શું સમજશે. અમારે ત્યાં ગામડાઓમાં કહેવત છે કે ****થી આશિર્વાદ લેવા જઇએ તો તે કહે છે કે મારી જેમ થઇ જાઓ. ભાજપ ઓછી રાજનીતિ કરી રહ્યું છે.'

નરેશ અગ્રવાલ પર ભાજપનો પટલવાર:

નરેશ અગ્રવાલના આ નિવેદનની ભાજપે કડક શબ્દોમાં નિંદા કરી છે. ભાજપ પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રીએ જણાવ્યું કે રાજનીતિમાં થોડી શિષ્ટતા તો હોવી જોઇએ. નરેશ અગ્રવાલના નિવેદન પર હજી વધું વિવાદ ઉભો થઇ શકે છે. કારણ કે તેમણે સત્તા પામવા માટે સપનું જોઇ રહેલા ભાજપના સૌથી મોટા ચહેરા માટે અભદ્ર ટિપ્પણી કરી નાખી છે. નરેશ અગ્રવાલ જ એ નેતા છે જેમણે લાલુને ચૂંટણી લડવાનો હક છીનવાને અયોગ્ય ગણાવ્યું હતું. તેમણે જ મુંબઇ ગેંગરેપ બાદ કહ્યું હતું કે રેપ જેવી ઘટનાઓથી બચવા માટે યુવતીઓએ પોતાના વસ્ત્રો પર ધ્યાન આપવું જોઇએ.

મોદી પર કરેલી અભદ્ર ટિપ્પણીને મહિલા પંચે પણ ગંભીરતાથી લીધી છે. રાષ્ટ્રીય મહિલા પંચ ટૂંક સમયમાં જ મામલામાં નોટિસ જારી કરશે. પંચની અધ્યક્ષતા મમતા શર્માએ જણાવ્યું કે જરૂરિયાત જણાઇ તો તેઓ આ મુદ્દે ખુદ નરેશ અગ્રવાલ સાથે વાત કરશે.

જ્યારે નરેશ અગ્રવાલના વાંધાજનક નિવેદન બાદ ભાજપી નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સમાજવાદી પાર્ટી પોતાની અંદર ધ્યાન આપે. આ લોકો વંશવાદી રાજનીતિ કરે છે. તેમને કેવી રીતે માલૂમ પડશે કે લોકતંત્ર શું હોય છે.

ભાજપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે નરેશ અગ્રવાલનું આ નિવેદન બાલિશ અને દૂર્ભાગ્યપૂર્ણ છે. આનાથી સેક્યૂલર સિંડિકેટના સૂપડા સાફ થઇ જશે. જ્યારે નરેશ અગ્રવાલે સફાઇ આપતા જણાવ્યું છે કે મેં નરેન્દ્ર મોદી વિશે કંઇ અભદ્ર નથી કહ્યું.

વિજય સોનકર શાસ્ત્રી, ભાજપ પ્રવક્તા

મમતા શર્મા, રાષ્ટ્રીય મહિલા પંચ, અધ્યક્ષ

મમતા શર્મા, રાષ્ટ્રીય મહિલા પંચ, અધ્યક્ષ

મોદી પર કરેલી અભદ્ર ટિપ્પણીને મહિલા પંચે પણ ગંભીરતાથી લીધી છે. રાષ્ટ્રીય મહિલા પંચ ટૂંક સમયમાં જ મામલામાં નોટિસ જારી કરશે. પંચની અધ્યક્ષતા મમતા શર્માએ જણાવ્યું કે જરૂરિયાત જણાઇ તો તેઓ આ મુદ્દે ખુદ નરેશ અગ્રવાલ સાથે વાત કરશે.

પ્રકાશ જાવડેકર, ભાજપી નેતા

પ્રકાશ જાવડેકર, ભાજપી નેતા

જ્યારે નરેશ અગ્રવાલના વાંધાજનક નિવેદન બાદ ભાજપી નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સમાજવાદી પાર્ટી પોતાની અંદર ધ્યાન આપે. આ લોકો વંશવાદી રાજનીતિ કરે છે. તેમને કેવી રીતે માલૂમ પડશે કે લોકતંત્ર શું હોય છે.

અબ્બાસ નકવી, ભાજપી નેતા

અબ્બાસ નકવી, ભાજપી નેતા

ભાજપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે નરેશ અગ્રવાલનું આ નિવેદન બાલિશ અને દૂર્ભાગ્યપૂર્ણ છે. આનાથી સેક્યૂલર સિંડિકેટના સૂપડા સાફ થઇ જશે. જ્યારે નરેશ અગ્રવાલે સફાઇ આપતા જણાવ્યું છે કે મેં નરેન્દ્ર મોદી વિશે કંઇ અભદ્ર નથી કહ્યું.

English summary
Samajwadi Party's leader Naresh Agarwal compares BJP with a widow, takes a dig at Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X