For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા ધર્મગુરૂની માંગ, વેશ્યાવૃત્તિને કાયદેસર કરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓક્ટોબર: આ સાથે જ માતે મહાદેવીએ સરકારને અનુરોધ કર્યો છે કે ''વેશ્યાવૃત્તિને દેશમાં કાયદેસર કરવી દેવી જોઇએ તેનાથી બળાત્કાર ઓછા કરી શકાય છે.'' મહિલા ધર્મગુરૂના આ નિવેદનથી એક નવો વિવાદ પેદા થઇ ગયો છે. મહિલા ધર્મગુરૂના આ નિવેદન બાદ કર્ણાટકના ઘણા બિન સરકરી સંગઠન તેના વિરોધમાં ઉતરી આવ્યા છે.

તમને જણાવી દઇએ કે માતે મહાદેવી કર્ણાટકના કુડલામાં સ્થિત બાસાવા ધર્મપીઠની પીઠાધ્યક્ષ છે. આ કર્ણાટકમાં લિંગાયત સમૂહના સૌથી પવિત્ર ધર્મસ્થળ ગણવામાં આવે છે.

mathe

મહાદેવીએ ધરવાડમાં છોકરીઓના પહેરવેશ પર બોલતાં કહ્યું, 'છોકરીઓ જેટલી ભડકાઉ કપડાં પહેરશે, રેપના કેસ વધતા જશે. છોકરીઓને વેસ્ટર્ન કપડાંનો ત્યાગ કરી દેવો જોઇએ અને એવા કપડાં પહેરવા જોઇએ, જેનાથી તેમની સંસ્કૃતિની ઝલક આવે. છોકરીઓના ચુસ્ત કપડાં ગુનેગારોને રેપ કરવા માટે ઉશ્કેરે છે.

મહાદેવીએ કહ્યું 'વેશ્યાવૃત્તિને કાયદેસર કરી દેવાની માંગ કરનાર હું પ્રથમ વ્યક્તિ નથી. આ માંગ સમાજના બીજા ઘણા વર્ગ પહેલાં પણ કરી ચૂક્યાં છે. જો તેને કાયદેસર ન કરવામાં આવે તો મહિલાઓ સાથે રેપ, યૌન છેડછાડમાં ઘટાડો થશે નહી. મહાદેવી અહીં જ અટકી નહી તેમણે એમપણ કહ્યું કે મહિલાઓ તેમની સુરક્ષા માટે બનેલા કાયદાનો ખોટો ઉપયોગ કરી રહી છે.

English summary
A prominent religious head of Lingayats - Karnataka's largest community - has kicked up a storm by saying that "provocative dressing sense of women" has led to a steep rise in rapes across the country. Mathe Mahadevi, the lone woman 'Jagadguru' of Lingayats, also urged the government to legalise prostitution to curb the menace.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X