સ્પોટ ફિક્સિંગ વિવાદ: બીસીસીઆઇના પાંચેય ઉપાધ્યક્ષો આપી શકે છે રાજીનામુ

જ્યારે કોંગ્રેસના મહામચિવ દિગ્વિજય સિંહનું કહેવું છે કે શ્રીનિવાસન પર નિર્ણય બીસીસીઆઇ અને બોર્ડના લોકો કરશે.
આ પહેલા સ્પોટ ફિક્સિંગ મામલામાં બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનના મામલા પર આખરે બીસીસીઆઇની દરાર સામે આવી જ ગઇ. બીસીસીઆઇના સેક્રેટરી સંજય જગદાલે અને કોષાધ્યક્ષ અજય શિર્કેએ રાજીનામુ આપી દીધું છે અને આ રાજીનામાથી સ્પષ્ટ થાય છે કે બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસન પર હવે પોતાના પદ પરથી રાજીનામુ આપવાનું દબાણ ઘણું વધી ગયું છે.
બીસીસીઆઇના કોષાધ્યાક્ષ અજ શિર્કેએ બુધવારે પણ શ્રીનિવાસનના નૈતિક આધાર પર રાજીનામું આપવાની વાત કરી હતી. સાથે સૂત્રોના હવાલાથી એ પણ સમાચાર આવી રહ્યા છે કે બીસીસીઆઇના પાંચ ઉપાધ્યક્ષો પોતાના પદ પરથી ટૂંક સમયમાં રાજીનામુ આપી દેવાના છે.












Click it and Unblock the Notifications
