• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાલ ઠાકરેને ત્રિરંગો, ગાર્ડ ઓફ ઓનર : શા માટે?

|

હું 17 જાન્યુઆરી, 2010ના રોજ કોલકત્તામાં હતો. રાજ્ય માટે એ દુ:ખદ દિવસ હતો. પાક્કા બંગાળી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ડાબેરી શાસક જ્યોતિ બસુનું નિધન થઇ ગયું હતું. શતાયુ થવામાં માત્ર 4 વર્ષ બાકી હતા અને અવસાન પામેલા બસુને રાજકીય સન્માન આપવામાં આવ્યું. મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેમને બંદૂકોની સલામી આપવામાં આવી. હું 1977ની સામાન્ય ચૂંટણીઓના સભ્ય તરીકે ક્યારેય એ બાબત સ્વીકારી શક્યો નથી કે તેમણે અમારા જેવા શહેરીજનો માટે ઉપયોગી સારું કામ કર્યું હોય. જમીન સુધારણા અને ગ્રામ્ય વહીવટ ક્યારેય મારા જીવનનો ભાગ રહ્યા નથી.

bal-thackeray-funeral

હવે, મુંબઇમાં 18 નવેમ્બર, 2012નો દિવસ. મને લાગ્યું કે દેશના પશ્ચિમ પ્રાંતમાં કંઇક સમાન બાબત થઇ રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના પ્રમુખ 86 વર્ષીય બાલ ઠાકરેના 17 નવેમ્બરે થયેલા અવસાન બાદ 21 બંદૂકોની સલામી આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમના મૃતદેહને ત્રિરંગામાં લપેટવામાં આવ્યો હતો. સામાન્ય રીતે મીડિયાજગત માટે સૂકો ભઠ્ઠ રહેતો રવિવાર તેમના માટે રસદાર બની ગયો હતો.

મને એક બાબત સમજાય છે કે જ્યોતિ બસુને બંગાળમાં સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી બની રહેવા અને એક જ વિચારસરણી માર્ક્સવાદી વિચારધારાને વળગી રહેવા માટે રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. તેઓ ભારતના વડાપ્રધાન બનવા સુધી પહોંચી ગયા હતા, પણ તેમના પક્ષે તેમ થવા દીધું નહીં. પણ અહીં એ પ્રશ્ન ઉભો થાય છે કે બાલ ઠાકરેને આપવામાં આવેલું રાજકીય સન્માન કેટલું યોગ્ય છે?

બાલ ઠાકરે ચૂંટાઇ આવેલા રાજકીય નેતા ન હતા. તેમણે મહારાષ્ટ્રમાં કોઇ મંત્રી તરીકે કામ કર્યું ન હતું. તેઓ હંમેશા કહેતા "હું લોકશાહી નહીં, શિવશાહીમાં માનું છું." તેઓ સીધી પ્રતિક્રિયા આપવા માટે જાણીતા હતા. બીજા કોઇ આ પ્રકારના હિરોઇઝ્મ અને અસમાન લોસશાહી માટે સક્ષમ કે અસરદાર ન હતા.

લોકશાહીમાં નહીં માનનારા માટે લોકશાહી રાજ્યમાં માનવમહેરામણ

લોકશાહી વ્યવસ્થામાં અપાર લોકચાહના ધરાવનારા નેતાની બોલબાલા હોય એ મોટી વાત છે પણ એનો અર્થ એ નથી કે તેમને ત્રિરંગામાં લપેટીને પૂરું 21 બંદૂકોની સલામી સાથેનું રાજકીય સન્માન આપવામાં આવે. બાલ ઠાકરેએ તેમના રાજ્ય અને તેમના વિસ્તારમાં બહારથી આવેલા માટે શું કર્યું અને શું ન કર્યું એ અલગ બાબત છે. તેઓ સેક્રેટરિયન રાજકારણમાં માનતા હતા. તેઓ સક્રિય રાજકારણમાં હતા પણ તેમણે ક્યારેય કોઇ વહીવટી જવાબદારી સંભાળી ન હતી. જો આપણે લોકશાહી દેશ હોવાનું કહેતા હોઇએ તો આવી સ્થિતિમાં આપણી વિશેષ ઓળખ ત્રિરંગામાં તેમને કેવી રીતે લપેટી શકાય? આપણે કેટલા અવિચારી બની ગયા છીએ કે જે વ્યક્તિએ ક્યારેય કાયદાનું અનુસરણ કર્યું નથી, લોકશાહીનું જાહેરમાં ખંડન કર્યું છે તેમને આપણે લોકશાહીનું રાજકીય સન્માન આપીએ છીએ.

બાલ ઠાકરે : ધ રિયલ લાઇફ બચ્ચન

શિવ સેના એક એવી સંસ્થા છે જેણે સમાજમાં ક્યારેય સકારાત્મક રાજકારણ રમ્યું નથી. નહેરુના અવસાન બાદ 1960થી 1970ની વચ્ચે દેશમાં કેટલાક લોકપ્રિય રાજકીય દાવોનું ચલણ વધ્યું હતું, જેના કારણે આર્થિક સંકલ્પ દૂર કરવાની આદર્શ માર્ગદર્શિકા પડી ભાંગી હતી. અન્યોથી અલગ રીતે વાત રજૂ કરતા બાલ ઠાકરેને લોકો પસંદ કરવા લાગ્યા હતા. એમ કહી શકાય કે વાસ્તવિક જીવનમાં તેઓ અમિતાભ બચ્ચન હતા. એંગ્રી યંગમેન. એમના સક્રિયતાના દિવસોમાં તેઓ આગ ભભૂકતા હતા. ઠાકરે સારા હતા કે ખરાબ એનો કોઇ ફેર પડતો ન હતો. જ્યારે સામાજિક-આર્થિક કટોકટીનો સમય હતો ત્યારે ઠાકરેનો જન્મ થયો હતો.

બાલ ઠાકરે પર મીડિયા શા માટે ઓળઘોળ?

બાલ ઠાકરેની અંતિમ યાત્રાને મીડિયા દ્વારા આપવામાં આવેલું કવરેજ કોઇ રીતે માનવામાં આવી શકે એમ નથી. મુંબઇની બહાર બાલ ઠાકરેની વિસાત શું હતી? એરે, મુંબઇમાં શિવ સેનાની જેટલી તાકાત છે તેટલી તાકાત મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નથી તો સમગ્ર દેશની શું વાત કરવી?

બાલ ઠાકરે બ્રાન્ડનું રાજકારણ માત્ર લોકોની લાગણીઓને ભડકાવતું હતું, પણ ક્યારેય પાયાની સ્થિતિ બદલવામાં કારગર નીવડ્યું ન હતું. પણ, મીડિયાના કારણે ઠાકરે જેવા રાજકારણીઓનો પ્રભાવ વધ્યો હતો.

લાંબો રાજકીય દાવ ખેલનારા ઠાકરેનો પ્રભાવ

બાલ ઠાકરે લાંબી રાજકીય કારકિર્દી ભોગવી શક્યા એનું એક કારણ એ છે કે તેઓ ક્યારેય ચૂંટણીના રાજકારણમાં પડ્યા ન હતા. આ અંગે ભાજપના એક રાજકીય નેતાએ જણાવ્યું હતું કે ભારતના રાજકારણીઓએ બાલ ઠાકરે પાસેથી શીખવું જોઇએ કે સત્તાની ખુરશી નહીં મેળવવા છતાં વ્યક્તિ કેવી રીતે રાજ કરી શકે છે. બાલ ઠાકરેના અવસાન બાદ શિવ સેના પાસે ટકવાનો એક જ માર્ગ છે કે તે પોતાની રાજકીય ઓળખને વધારે ઉગ્ર બનાવે અને સતત તેને વળગી રહે. જો કે આ એજન્ડા રાજ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ અપનાવી લીધો છે.

સિમ્બોલિઝ્મના રાજકારણનો અંત આવવો જરૂરી

ભારતના રાજકારણમાંથી સિમ્બોલિઝ્મના રાજકારણનો અંત આવવો જોઇએ. વર્તમાનમાં આપણને એવા રાજકારણની જરૂર છે જે સમગ્ર રાષ્ટ્રના એકસમાન કલ્યાણ અને ટકાઉ વિકાસ માટે કામ કરે. ઠાકરેનો કરિશ્મા ધીરે ધીરે વિસરાતો જશે કારણ કે તેમણે કાયમી નોંધ લઇ શકાય એવું કોઇ કાર્ય કર્યું નથી. તેમણે દેશવાસીઓમાં જે ભય ઉભો કર્યો હતો તે કાયમ રહેશે.

નોંધ : આ લેખમાં શુભમ ઘોષે પોતાના સ્વતંત્ર વિચારો વ્યક્ત કર્યા છે. ગુજરાતી વનઇન્ડિયા તેમના વિચારો સાથે કોઇ નિસ્બત ધરાવતું નથી.

English summary
State honours, tricolour for Bal Thackeray: What for?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more