અથડામણ દરમિયાન આતંકીઓએ જવાનને બંધક બનાવ્યો

માહિતી અનુસાર સાંજે સાડા ચાર વાગ્યે સોપોરથી બે કિલોમીટર દૂર શાલપોરા ગામમાં આતંકવાદીઓ છૂપાયેલા હોવાની સૂચના મળતાં પોલીસ, 22 આઆર અને 179 સીઆરપીએફના જવાનોએ સંયુક્ત અભિયાન હાથ ધર્યું. જે દરમિયાન આતંકવાદીએ ભાગવાનો પ્રયાસ કરતા જવાનોએ બે ગ્રેનેડ ફેંક્યા, જેમાં બે સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થયા. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ કરતા એક વિસ્તારમાં ઘુસી ગયા. જવાનોએ સામે ફાયરિંગ કરવાનું વિચાર્યું, પરંતુ રમી રહેલા બાળકોની સુરક્ષા અંગે વિચારતા તેવું કર્યું નહીં.
ત્યારબાદ વિસ્તારના ચારેકોરથી ઘેરી લેવામાં આવ્યો. આતંકવાદીઓ છૂપાયેલા હોવાની સુચના મળતા જ એસડીએમ સોપોર મોહમ્મદ હનીફ બલકી સાથે પોલીસ, સીઆરપીએફ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા. તેમણે આસપાસ સ્થિત મકાનોના લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યાં. આ દરમિયાન આતંકવાદીઓ જવાનો પર સમયાંતરે ફાયરિંગ પણ કરતા રહ્યાં. એસડીએમ સોપારે કહ્યું કે, વરસાદ અને રાત હોવાના કારણે હાલ ફાયરિંગ બંધ છે, પરંતુ આતંકવાદીઓના ભાગવાના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
