
અમેઠી-રાયબરેલી અને નહેરુ-ગાંધી પરિવાર, યે રિશ્તા ક્યા કહેલાતા હે
લખનઉ, 2 માર્ચઃ અમેઠી અને રાયબરેલી સંસદીય ક્ષેત્રોથી નહેરુ ગાંધી પરિવારનો સંબંધ ઘણો જૂનો છે. પંડિત નહેરુ સ્વયં તો ફૂલપુર(અલ્હાબાદ)થી સાંસદ બન્યા, પરંતુ તેમના જમાઇ ફિરોજ ગાંધીએ રાયબરેલીને પોતાની કર્મભૂમિ તરીકે પસંદ કર્યુ. ફિરોજ ગાંધી ત્યાથી સાંસદ હતા જે પોતાના ગઢ અને જનહિત સાથે જોડાયેલા મુદ્દા પર આધારિત પ્રશ્નોથી સંસદમાં પોતાની પાર્ટીની સરકાર સામે મોરચો ખોલી દેતા હતા. સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ બન્ને તરફથી લોકો આ તેજ તર્રાર નેતાના વખાણ કરતા હતા.
સંજય અને ઇન્દિરાનો ખરાબ રીતો થયો હતો પરાજય
અમેઠી ક્ષેત્રમાં આ શક્તિ સંપન્ન રાષ્ટ્રીય-રાજકીય પરિવારની શરૂઆત સક્રિય રીતે સર્વપ્રથમ 1975માં થઇ, જ્યારે તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીએ અમેઠીના અતિ પછાત ગામ ખેરૌનામાં દેશભરના ચુનિંદા યુવા કોંગ્રેસીઓ સાથે શ્રમદાનના માધ્યમથી સક્રિય રાજકારણમાં આવવાનું બ્યુગલ વગાડ્યું. જો કે, એ વાત અલગ છે કે આજ સુધી ખેરૌના ગામની સ્થિતિ એવી ને એવી જ છે.
સંજય ગાંધી અમેઠીમાં સક્રિય થવાની સાથે જ દેશમાં ઇમરજન્સી જાહેર કરવામા આવી હતી. ત્યારબાદ 1977માં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં સંજય ગાંધી અને ઇન્દિરા ગાંધીનો ખરાબ રીતે પરાજય થયો હતો. આ સાથે જ ઉત્ત ભારતમાં કોંગ્રેસની ખરાબ હાર થઇ. યુપી અને બિહારમાં ખાતું જ ખુલ્યું નહોતું.
જેપીના બિન રાજકીય અભિયાન ‘સંપૂર્ણ ક્રાન્તિ'ના બેનર હેઠળ યુપીની 85 અને બિહારની 54 બેઠકો પર જતા પાર્ટીને રેકોર્ડ વિજય મળ્યો. 1977માં અમેઠીની જ નિવાસી રવિન્દ્ર પ્રતાપ સિંહએ સંજય ગાંધીને હરાવીને સંસદમાં પ્રવેશ કર્યો. બીજી તરફ રાજનારાયણએ રાયબરેલીમાં ઇન્દિરા ગાંધીને હરાવી ઐતિહાસિક જીત દાખલ કરી તથા કેન્દ્રમાં મોરારજી દેસાઇની સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી બન્યા હતા.
જો કે, જનતા પાર્ટીના આંતરિક વિખવાદ અને વૈચારિક મતભેદના કારણે આ સરકાર અલ્પ સમયમાં જ પડી ભાંગી અને 1980માં સંપન્ન મધ્યાવધિ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસનું પુનરાગમન થયું. ઇન્દિરા રાયબરેલીથી પુનઃ ચૂંટાયા જ્યારે સંજય ગાંધી અમેઠીના સાંસદ બન્યા, પરંતુ એક વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું મોત નીપજ્યું.
રાજીવ ગાંધી અને અમેઠી
ગાંધી પરિવારે થોડાક સમય સુધી દુઃખમાં રહ્યા બાદ અમેઠી રાજકીય પરિવાર સાથે ખરોબો ધરાવનાર રાજકુમાર સંજય સિંહ સહિત વિભિન્ન નેતાના પ્રયાસ અને અનુરોધના ફળ સ્વરૂપ રાજીવ ગાંધીને સક્રિય રાજકારણમાં ઉતર્યા અને તે 1981માં અમેઠીથી સાંસ બન્યા તથા પોતાના અંતિમ સમય(20 મે 1991) સુધી સંસદમાં અમેઠીનુ નેતૃત્વ કરતા રહ્યાં.
આ દરમિયાન સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી પારિવારિક વિવાદના કારણે ઇન્દિરા ગાંધીથી અલગ થયા. ત્યારબાદ 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ જટીલ પરિસ્થિતિઓમાં રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદનો સ્વિકાર કરવો પડ્યો. 31 ઓક્ટોબર 1984એ ઇન્દિરા ગાંધીની હત્યાના થોડાક મહિનાઓ બાદ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં સહાનુભૂતિની લહેરનો ઘણો જ પ્રભાવ રહ્યો તથા કોંગ્રેસે પૂર્ણ બહૂમત મેળવી અને રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન બન્યા. ખાસ કરીને યુવાનોમાં રાજીવ ‘મિસ્ટર ક્લીન'ના રૂપમાં જાણીતા થયા.
બોફર્સે બદલ્યું રાજકારણ
બધુ યોગ્ય ચાલી રહ્યું હતું, પરંતુ આ દરમિયાન બોફર્સ તોપ ખરીદીમાં દલાલીના આરોપ લાગતા તત્કાલીન કેબિનેટ મંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહએ પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો. રાજીવ ગાંધી માટે આ ઘણી જ અસહજ સ્થિતિ હતી અને આ મામલે તેમની ઘણી બદનામી થઇ. જેના પરિણામે 1989ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળી નહીં જેના કારણે તેને વિપક્ષમાં બેસવું પડ્યું. બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓમાં કોંગ્રેસના જ સમર્થનમાં વિશ્વનાથ પ્રતાપ સિંહ જનતા દળની આગેવાનીમાં સરકારમાં વડાપ્રધાન બન્યા. જો કે તે વધુ સમય સુધી પોતાના સાથીઓના રાજકીય દબાણને ઝીલી શક્યા નહીં અને આખરે તેમણે પોતાની રાજકીય મહત્વકાંક્ષાને પૂર્ણ કરવા માટે મંડલ કમીશનનો દાવ લગાવ્યો. ત્યારબાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન, આગચાંપી તથા આત્મહત્યાનો દોર ચાલ્યો, જેનાથી ભારતીય રાજકારણમાં સામાજિક અને આર્થિ ભૂકંપ આવી ગયો.
આખરે દેશ ફરી એક ચૂંટણી તરફ આગળ વધી રહ્યું હતું, એ દરમિયાન 1991માં ચૂંટણી અભિયાન દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી. ગાંધી પરિવાર માટે આ સૌથી મોટો ઝટકો હતો, કારણ કે એકલા સોનિયા ગાંધીની સાથે તેમનો નાનો પુત્ર રાહુલ અને પુત્રી પ્રિયંકા પણ હતા. જો કે, કોંગ્રેસને તેનો રાજકીય ફાયદો મળ્યો અને તે સત્તામાં પરત ફરી. બીજી તરફ રાજીવ ગાંધીની વિરાસતને તેમના પરિવારના નજીકના કેપ્ટન સતીશ શર્માએ સંભાળી.
ગાંધી પરિવારના નજીકના સતીશ શર્માને ફાયદો પણ મળ્યો, તેઓ બે વાર સતત માત્ર સાંસદ જ ન બન્યા પરંતુ કેન્દ્રમાં પેટ્રોલિયમ મંત્રીનો કાર્યભાર પણ તેમને સોંપવામાં આવ્યો. તેમના જ કાર્યકાળમાં અમેઠી ક્ષેત્રમાં રાજીવ ગાંધી પેટ્રોલિયમ ઇન્સ્ટીટ્યૂટની આધારશિલા રાખવામાં આવી. વર્ષ 2008થી આ કક્ષાઓ સંચાલિત કરવામાં આવી રહી છે, પરંતુ 1998ની લોકસભા ચૂંટણીમાં અમેઠીના રાજકુમાર ડો.સંજય સિંહે ભાજપનો સાથ લઇ કેપ્ટન સતીશ શર્માના વિજય રથને રોક્યો. સંયોગવશ સંસદીય ચૂંટણી જાહેર કરવામાં આવી અને આ વખતે સોનિયા ગાંધી આ બેઠક પરથી લડ્યાં અને વિજયી થયા. આ વચ્ચે રાયબરેલીની વિશિષ્ટ બેઠક તેમના જ કબજા હેઠળ રહી.
ગાંધી પરિવારે ત્યારબાદ રાજકારણમાં ખુલીને જોડાયુ અને બાદમાં સોનિયા ગાંધીએ જ્યાં પોતાની સાસુ ઇન્દિરા ગાંધીની સંસદીય બેઠક રાયબરેલી પરથી લડ્યાં તો તેમના પુત્ર રાહુલ ગાંધીએ પિતાનો રાજકીય ગઢ રહેલા અમેઠીનું નેતૃત્વ કર્યું.
જાગૃત થઇ ગઇ છે અમેઠીની જનતા
રાહુલ ગાંધી 2004માં સામાન્ય ચૂંટણીમાં પહેલીવાર અમેઠીથી સાંસદ બન્યા અને તેમના પ્રતિનિધિઓને ક્ષેત્રના વિકાસની જવાબદારી સંભાળી. જો કે, આજ સુધી અમેઠી વિકાસના એ કિરણ માટે તરસી રહ્યું છે, જેની ત્યાંના લોકો આશા રાખીને બેઠા હતા. ગાંધી પરિવારનું સસંદીય ક્ષેત્રોના લોકો માટે ઓછા હાજર રહેવાના કારણે લોકોની નારાજગી વધી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસ હવે ગામેગામ જઇને તેનો રાજકીય ફાયદો ઉઠાવવા માગી રહ્યાં છે. તેઓ ખુલીને કહી રહ્યાં છે કે રાહુલ ગાંધી યુવરાજ છે, અમેઠીની જનતા તેમને મળવા માટે તરસી જાય છે, પરંતુ જો તેઓ જીતશે તો સતત તેઓ લોકો માટે ઉપસ્થિત રહેશે.
જો કે, રાહુલ ગાંધીના પ્રયાસોથી અમેઠીના વિકાસની અનેક યોજનાઓ ક્રિયાન્વિત થઇ છે તથા અનેક પ્રસ્તાવિત છે, પરંતુ સત્ય એ પણ છે કે અનેક યોજનાઓનો શુભારંભ તો ચૂંટણી માહોલ દરમિયાન થાય છે, પરંતુ બાદમાં તેમને જ ખબર નથી હોતી. શિક્ષા, ચિકિત્સા, રસ્તા, પરિવહન વિગેરે મામલાઓમાં આજે પણ અમેટી પ્રદેશની અનેક વીઆઇપી સંસદીય બેઠકોથી ઘણું પાછળ છે.
કોંગ્રેસ તેની પાછળ ભલે રાજકારણ ગણાવતી હોય, પરંતુ અમેઠીની જનતા વારંવાર આ તર્ક સાંભળવા માગતી નથી. તેથી પોતાના જ ગંઢમાં ગૌરીગંજ વિધાસભામાં રાહુલ ગાંધીને કાળા વાવટા વિગેર દેખાડવા જેવા વિરોધ સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ દેખાડા તરીકે ભલે ગમે તે કહેતી હોય, પરંતુ જે રીતે તેની પાર્ટીની અંદર અને બહાર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, તેના કારણે ક્યાંકને ક્યાંક લોકોની ઉપેક્ષા અને ક્ષેત્રીય લોકોથી દૂર રહેવાનું કારણ છે.