વર્ગખંડમાં 'યસ સર'ની જગ્યાએ 'જય હિંદ' બોલશે વિદ્યાર્થીઓ?

Written By:
Subscribe to Oneindia News

વર્ગખંડમાં હાજરી પુરાવતી વખતે વિદ્યાર્થીઓ 'યસ સર' કે 'યસ ટીચર' બોલતા હોય છે, પરંતુ મધ્ય પ્રદેશ સરકાર આ નિયમમાં પરિવર્તન લાવવા જઇ રહી છે. મધ્ય પ્રદેશના શિક્ષા મંત્રી કુંવર વિજય શાહે એક નવો અને વિવાદિત નિયમ લાગુ કર્યો છે. આ નવા નિયમ હેઠળ હવે સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓએ હાજરી પુરાવતી વખતે 'જય હિંદ' બોલવાનું રહેશે. સરકારી શાળાઓમાં આ નિયમનું કડકાઇ પૂર્વક પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આથી હાજરી પુરાવતી વખતે વિદ્યાર્થીઓએ 'જય હિંદ' બોલવું ફરજિયાત છે. આ નિયમની શરૂઆત સતના જિલ્લાથી કરવામાં આવશે. વિજય શાહે કહ્યું કે, સતનામાં જો આ પ્રયોગ સફળ રહ્યો તો મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અનુમતિથી સમગ્ર પ્રદેશમાં આ નિયમ લાગુ કરવામાં આવશે.

madhya pradesh

જો કે, સતનામાં આવેલ પ્રાઇવેટ શાળાઓ પર આ નિયમનું પાલન કરવાનું દબાણ કરવામાં નહીં આવે. આશા રાખવામાં આવી રહી છે કે, આ દેશભક્તિને લગતો નિયમ હોવાથી પ્રાઇવેટ શાળાઓ પણ તેને જરૂર લાગુ કરશે. મંત્રી કુંવર વિજય શાહ અનુસાર, 1 ઓક્ટોબરથી આ નિયમ લાગુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગે એ હેતુથી વિજય શાહે આ નિયમ કાઢ્યો હોવાનું કહેવાય છે. કેટલાક લોકો આ નિયમને મધ્ય પ્રદેશમાં થનાર વિધાનસભાની ચૂંટણી સાથે જોડી રહ્યાં છે. સતનાથી શરૂ કરવામાં આવનાર આ નિયમ સફળ થતાં ભવિષ્યમાં આખા મધ્ય પ્રદેશમાં લાગુ કરવામાં આવે એવી શક્યતા છે. હાલ અધિકૃત રીતે આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી, તો બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ મામલે કોઇ ટિપ્પણી કરવામાં નથી આવી.

English summary
Students in Madhya Pradesh will now say Jay Hind instead of Yes Teacher in class attendance.
Please Wait while comments are loading...