For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુબ્રતો રોયે માંગી માફી, બે મહિનામાં પરત કરશે નાણા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 માર્ચઃ રોકાણકારોના પનાણા પરત નહીં કરવાના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સુબ્રતો રોય સહારાએ કોર્ટમાં સમન્સ મળ્યા બાદ હાજર નહીં રહી શકવા બદલ બિન શરતી માફી માગી છે. આજે જજે તેમને કહ્યુ કે અમે તમને સન્માન આપ્યું પરંતુ તેમે તેને મહત્વ આપ્યું નહીં, ત્યારબાદ રોયે પોતાના વ્યવહાર બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.

subrata-roy
ત્યારબાદ કોર્ટે આદેષશ સંભળાવ્યો, જે અનુસાર સુબ્રતો રોય અને તેમની કંપનીઓના બે નિદેશક અટકાયતમાં જ રહેશે. આજે વાતચીત દરમિયાન જજે રોયને કહ્યું કે, તમે અમને આ રીતે વર્તન કરવા માટે મજબૂર કર્યા, જો તમે પહેલા જ અમારી વાતને માની લીધી હોત તો આવું ના થયું હોત. જેના જવાબમાં સુબ્રતોએ કહ્યું કે ‘મારું કારણ યોગ્ય હતું.'

સુબ્રતોએ પોતાના જવાબમાં કહ્યું કે, તે રોકાણકારોના 22 હજાર રૂપિયા પરત કરી દેશે. આ માટે તેઓ પોતાની સંપત્તિ વેંચી દેશે, પરંતુ તેના માટે તેમણે 3-6 મહિનાનો સમય માગ્યો. સુબ્રતો જેલ નહીં જાય, પરંતુ આગામી પેશી સુધી અટકાયતમાં રહેશે. નોંધનીય છે કે, આ પહેલા સુબ્રતો રોયે કોર્ટને આદેશની અવમાનના કરી હતી, ત્યારબાદ પોલીસ તેમની ધરપકડ કરવા ગઇ હતી, પરંતુ તે ઘર પર મળ્યા નહીં, પછી તેમણે લખનઉમાં જ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું. આજે કોર્ટ પરિસર બહાર ગ્વાલિયરના એક વકીલે તેમના પર શાહી ફેંકી હતી.

English summary
Subrata Roy apologied to Supreme Court for his behaviour and promised to refund investers money in two months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X