થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતની તપાસ કરશે ક્રાઇમ બ્રાંચ
નવી દિલ્હી, 23 જાન્યુઆરી: કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેમના શરીરમાંથી ઝેરના તત્વો મળી આવતા હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે આ બહુચર્ચિત મામલા સાથે જોડાયેલ 'વિભિન્ન પાસાઓ'ને ધ્યાનમાં રાખતા તેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે. સુનંદાના મોતની તપાસ કરી રહેલ અનુમંડલ અધિકારીએ મંગળવારે પોલીસને નિર્દેશ કર્યો હતો કે આ હત્યા અથવા આત્મહત્યાની દ્રષ્ટીએ તેની તપાસ કરવામાં આવે.

પોલીસને આપવામાં આવેલા રિપોર્ટમાં એસડીએમએ જણાવ્યું કે પરિવારના કોઇ સભ્યના મૃત્યુની પાછળ કોઇ ગડબડ હોવાની શંકા ન્હોતી વ્યક્ત કરી. એસડીએમએ સુનંદાના ભાઇ, પુત્ર, થરૂર અને તેમના સ્ટાફના નિવેદનો લીધા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આટોપ્સી રિપોર્ટ અનુસાર શરીર પર ઇજાના નિશાન પણ હતા.












Click it and Unblock the Notifications
