સુનંદાની અંતિમ ટ્વિટ: 'જે થવાનું હોય છે, તે થશે. હસતાં હસતાં જઇશું.'

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: 'જે થવાનું હોય છે, તે થશે. હસતાં હસતાં જઇશું.' આ કેન્દ્રિય મંત્રી શશિ થરૂરની પત્ની અને મહિલા બિઝનેસમેન સુનંદા પુષ્કરની અંતિમ ટ્વિટ હતી જે શુક્રવારે રાત્રે દક્ષિણી દિલ્હીની એક પોશ હોટલમાં મૃત મળી આવી હતી. સુનંદા પુષ્કરે શુક્રવારે રાત્રે બ્લોલિંગ સાઇટ ટ્વિટર પર કલાકો વિતાવ્યા હતા.

સવારે 5:27 મિનિટે તેમની ટ્વિટ કંઇક આવી હતી, 'આપણે હિંદુઓ કહીએ છીએ 'જે થવાનું હોય છે, તે થાય જ છે.' ત્યારબાદ ત્રણ મિનિટ પછી સુનંદા પુષ્કરે બીજી એક ટ્વિટ કરી જેમાં તેમને તેમની તબિયત વિશે જાણનાર એક મિત્રને જવાબ આપ્યો હતો કે 'પ્રયત્ન કરીશ કે આઇએમએસ (કલિંગા ઇસ્ટીટૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં કેટલીક તપાસ થઇ છે અને હવે કોણે ખબર છે... હસતાં હસતાં જઇશું.'

sunanda-pushkar-1

તેમને એ વાત પર પણ આશ્વર્ય વ્યક્ત કર્યું કે પાકિસ્તાની પત્રકાર મેહર તરારના તેમના પતિ સાથે લગ્નેતર સબંધોને લઇને ઝઘડો સમાચારોમાં છવાઇ ગયો. સુનંદા પુષ્કરે સવારે છ વાગે ટ્વિટ કર્યું હતું કે 'આ અંગત મુદ્દો છે....કેમ આ હેડલાઇન બની ગયો? તમને બધાને એવું લાગ્યું કે મેહર ખોટું બોલી રહી છે અને તેની પાંચ મિનિટની લોકપ્રિયતા મોંઘી પડી રહી છે.'

પોતાના પતિ શશિ થરૂર પર પાકિસ્તાની પત્રકારની નજર હોવાના લીધે પરેશાન સુનંદા પુષ્કરનો મેહર તરાર સાથે ટ્વિટર વિવાદ શરૂ થઇ ગયો. સુનંદા આ મુદ્દે અન્ય લોકોને ટ્વિટનો જવાબ આપી રહી હતી. એવામાં એક જવાબમાં સુનંદાએ કહ્યું હતું કે દુખની વાત એ છે કે આ પુરૂષ નહી પરંતુ સ્ત્રી હોય છે જે તેની પત્નીની સારવાર માટે ગયા બાદ તેના પર નજરો માંડી બેસે છે.

English summary
'Even when I go, will go smiling' was the last tweet by Sunanda Pushkar, wife of Union Minister Shashi Tharoor.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.