For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SC/ST અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો ચુકાદો, ક્રીમી લેયર પર થઈ શકે છે પુનર્વિચાર

અનામત અંગે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અનામત અંગે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 2004માં સર્વોચ્ચ અદાલતની બંધારણીય પીઠના ચુકાદા સાથે પોતાની અસંમતિ દર્શાવી છે. કોર્ટે કહ્યુ કે રાજ્ય અનામત આપવા માટે એસસી અને એસટી સમાજમાં પણ અલગ કેટેગરી બનાવી શકે છે તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. વાસ્તવમાં એસસી તેમજ એસટીમાં આવતી અમુક જાતિઓને બાકીઓની સરખામણીમાં અનામતમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ જ કારણે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે રાજ્ય એસસી અને એસટી સમાજમાં અનામત આપવા માટે અલગ કેટેગરી બનાવી શકે તે માટે સુપ્રીમ કોર્ટની મોટી બંધારણીય પીઠે આ મુદ્દે વિચારવાની જરૂર છે.

sc

તમને જણાવી દઈએ કે 2004માં ઈવી ચિન્નૈયા આંધ્ર પ્રદેશ રાજ્ય કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે કોઈ પણ સમાજની અંદર અનામત આપવા માટે અલગથી કેટેગરીનુ નિર્માણ ન કરી શકાય. કોર્ટે રાજ્યને આની અનુમતિ નથી આપી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ઈવી ચિન્નૈયા પર પુનર્વિચાર કરવાની જરૂર છે માટે તેને 7 જજોની મોટી બંધારણીય પીઠ પાસે વિચાર માટે મોકલવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટની બેંચે એસસી તેમજ એસટીની અંદર ક્રીમી લેયરની અવધારણા પર ફરીથી વિચાર કરવા માટે કહ્યુ છે. સાથે જ કોર્ટે રાજ્યોને આવા લોકોને અનામત આપવાની વકીલાત કરી છે કે જે એસસી તેમજ એસટી કેટેગરીમાં હોવા છતાં અનામતનો લાભ નથી મેળવી શકતા.

જસ્ટીસ અરુણા મિશ્રાની બેંચે પોતાના ચુકાદામાં કહ્યુ કે જ્યારે રાજ્યોને એ અધિકાર છે કે તે લોકોને અનામત આપી શકે છે તો તેને એ પણ અધિકાર છે કે તે સમાજમાં અલગ કેટેગરીની પણ પસંદગી કરી શકે જેને અનામતનો સાચો લાભ નથી મળી રહ્યો. કોર્ટે કહ્યુ કે ઈવી ચિન્નૈયા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. વાસ્તવમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કોર્ટના ચુકાદા બાદ અપીલ દાખલ કરવામાં આવી હતી જેના પર ચુકાદો આપીને કોર્ટે એસસી-એસટી (સેવામાં અનામત) અધિનિયમ, 2006ની કલમ 4(5)ને રદ કરી દીધી હતી. જે હેઠળ વાલ્મિકી અન મજબી સિખને સરકારી નોકરીમાં અનામતની વાત કહેવામાં આવી હતી. આ કેસમાં સુનાવણી કરીને હાઈકોર્ટે ઈવી ચિન્નૈયાના ચુકાદાને આધાર બનાવીને ચુકાદો આપ્યો અને પંજાબ સરકારના પ્રસ્તાવને રદ કરી દીધો.

વિરાટ કોહલી બનવા જઈ રહ્યા છે પપ્પા, અનુષ્કાએ બેબી બંપના ફોટા સાથે આપી ખુશખબરીવિરાટ કોહલી બનવા જઈ રહ્યા છે પપ્પા, અનુષ્કાએ બેબી બંપના ફોટા સાથે આપી ખુશખબરી

English summary
Supreme Court will revive the quota within SC ST category of creamy layer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X