For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્યનેલ્લી રેપઃ સુનાવણી ચાર માર્ચ સુધી સ્થગિત

|
Google Oneindia Gujarati News

Suryanelli-rape-case
કોચિ, 25 ફેબ્રુઆરીઃ કેરળ ઉચ્ચ ન્યાયાલયે સૂર્યનેલ્લી બળાત્કાર મામલે 17 આરોપીઓની જમાનત અરજીની સુનાવણી ચાર માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. મામલામાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ પીજે કુરિયનનુ નામ પણ કથિત રીતે સામેલ છે.

જજ કેટી શંકરન અને જજ એમએલ જોસેફ ફ્રાન્સિસે કહ્યું કે, આ કેસની અપીલ અને દસ્તાવેજ સુપ્રીમ કોર્ટ પાસેથી મળ્યા નથી અને તેને જોયા વગર આગળની કાર્યવાહી કી શકાય તેમન નથી, જો કે, આરોપીએ ઇચ્છતા હતા કે તેમની અરજી પર આજે જ સુનાવણી કરવામાં આવે.

આરોપીએ અનુસાર, ઉચ્ચ ન્યાયાલયે મામલાના ગુણદોષ જોયા વગર માત્ર ટેક્નિકના આધારે નિર્ણય સંભળાવ્યો છે. આરોપીઓને સેસન કોર્ટે દોષી ઠેરવ્યા હતા અને સજા સંભળાવી હતી. 2005માં ઉચ્ચ ન્યાયાલયની ખંડપીઠે જે 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, તેમાં ઉક્ત આરોપીઓ પણ સામેલ હતા.

જો કે, સુપ્રીમ કોર્ટે ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને અવગણી આરોપીઓને વિશેષ અદાલત સમક્ષ આત્મ સમર્પણ કરવા કહ્યું છે. જમાનત અરજી દાખલ કરનારાઓમાં આરોપી રાજન અને ચેરિયન પણ છે, તેમણે એવી દલીલ કરી કે આરોપોને સાબિત કરવા માટે કોઇ પુરાવા નથી.

મામલો 16 વર્ષની એક સગીરા સાથે જોડાયેલો છે, જેનું 1996માં અપહરણ કરી અનેક સ્થળોએ લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલામાં કુરિયનને નિર્દોષ છોડી મુકવામા આવ્યા હતા, પરંતુ પીડિતાએ તેમનું નામ એ વ્યક્તિઓમાં લીધું જેમણે તેની સાથે કથિત રીતે બળાત્કાર કર્યો હતો.

English summary
The Kerala High Court on Monday adjourned to March 4, the hearing of the bail pleas of 17 accused in the Suryanelli rape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X