For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુષ્મા સ્વરાજની આ 10 વાતો પાકિસ્તાનને ચોક્કસ ખટકશે

|
Google Oneindia Gujarati News

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાના સંબોધનમાં પાકિસ્તાન પર નિશાનો સાધ્યો છે. જ્યાં તેમને પોતાની સરકારની યોજનાઓ વિશે જણાવ્યું. તેની સાથે સાથે આખી દુનિયાને આતંકવાદ સામે એકજૂથ થવા અને આતંકવાદને જગ્યા આપવાવાળાને અલગ કરી દેવાની પણ વાત કરી.

સુષ્મા સ્વરાજે કાશ્મીર મુદ્દા પર પણ પોતાની વાત રાખી હતી. આ રહી સુષ્મા સ્વરાજના ભાષણની 10 ખાસ વાતો.

આતંકવાદ માનવ અધિકારનું સૌથી મોટું દુશ્મન

આતંકવાદ માનવ અધિકારનું સૌથી મોટું દુશ્મન

સુષ્મા સ્વરાજે કહ્યું કે આતંકવાદ માનવ અધિકારનું સૌથી મોટું દુશ્મન છે. કારણે તેઓ નિર્દોષોને નિશાનો બનાવે છે.

કાશ્મીરને ભારતથી કોઈ જ અલગ નહીં કરી શકે

કાશ્મીરને ભારતથી કોઈ જ અલગ નહીં કરી શકે

સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરનું સપનું છોડી દે. કાશ્મીરને ભારતથી કોઈ જ અલગ નહીં કરી શકે.

કાશ્મીર ભારતનું અંગ

કાશ્મીર ભારતનું અંગ

કાશ્મીર ભારતનું અંગ છે અને રહેશે જ. એટલે પાકિસ્તાન કાશ્મીરનું સપનું છોડી દે.

આતંકવાદને પોષણ આપવું કેટલાક દેશોનો શોખ

આતંકવાદને પોષણ આપવું કેટલાક દેશોનો શોખ

સુષ્મા સ્વરાજે પોતાના 10 મિનિટના ભાષણમાં પાકિસ્તાન પર નિશાનો લગાવ્યો. તેમને નામ ના લઈને પાકિસ્તાનને આતંકવાદનું ઘર બતાવ્યું અને કહ્યું કે આતંકવાદને પોષણ આપવું કેટલાક દેશોનો શોખ છે.

આપણે વિચારવું પડશે કે આતંકવાદને જગ્યા આપવાવાળું કોણ છે

આપણે વિચારવું પડશે કે આતંકવાદને જગ્યા આપવાવાળું કોણ છે

સ્વરાજે પોતાના 10 મિનિટના ભાષણમાં પાકિસ્તાન પર નિશાનો લગાવ્યો તેમને નામ ના લઈને પાકિસ્તાનને આતંકવાદનું ઘર બતાવ્યું તેમને કહ્યું કે આતંકવાદીઓને પૈસા અને હથિયાર કોણ આપે છે.

આતંકવાદ સામે એકજૂથ

આતંકવાદ સામે એકજૂથ

પાકિસ્તાનને દુનિયાથી અલગ કરી દેવાના ઈરાદાથી સુષ્મા સ્વરાજે કહ્યું કે જે દેશ આતંકવાદને જગ્યા આપે છે તેમને બધાથી અલગ કરી દેવા જોઈએ.

બલુચિસ્તાનમાં અત્યાચાર

બલુચિસ્તાનમાં અત્યાચાર

સુષ્મા સ્વરાજે પોતાના 10 મિનિટના ભાષણમાં પાકિસ્તાન પર નિશાનો લગાવ્યો અને કહ્યું કે પાકિસ્તાને બલુચિસ્તાનમાં અત્યાચારની હદ વટાવી દીધી છે.

કેટલાક દેશો આતંકવાદને પેદા કરે છે

કેટલાક દેશો આતંકવાદને પેદા કરે છે

ઘણી વાર પાકિસ્તાને કહ્યું છે કે તેઓ પોતે આતંકવાદથી પીડિત દેશ છે. તેના પર સુષ્મા સ્વરાજે કહ્યું કે જેમને આતંકવાદનું બીજ રોપ્યું તેમને હવે કડવા ફળ મળી રહ્યા છે.

આતંકવાદી સમૂહ સૌથી મોટા દૈત્ય

આતંકવાદી સમૂહ સૌથી મોટા દૈત્ય

સુષ્મા સ્વરાજે કહ્યું કે નાના નાના આતંકી ભેગા થઇને હવે એક મોટા આતંકી દૈત્ય બની ચુક્યા છે.

અમને દોસ્તીના બદલે દગો મળ્યો

અમને દોસ્તીના બદલે દગો મળ્યો

સાચી દોસ્તીને બદલે અમને ઉરી, પઠાનકોટ અને બહાદુર અલી મળ્યા. જે સીમા પારથી આવેલા આતંકવાદનો પુરાવો છે.

English summary
Sushma swaraj speech unga
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X