For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાં વિશ્વાસ મત જીતીને CM બન્યા પલાનીસ્વામી

તમિલનાડુ વિધાનસભામાં 231 વિધાયકોમાંથી 122 વિધાયકોનું સમર્થન મેળવીને પલાનીસ્વામીને આજે બન્યા તમિલનાડુના નવા મુખ્યમંત્રી

|
Google Oneindia Gujarati News

તમિલનાડુમાં આજે ભારે ઊથલપાથલ અને હાઇ લેવલના ડ્રામા બાદ છેવટે તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે ઇ પલાનીસ્વામી. આજે તમિલનાડુના 231 વિધાયકોમાંથી 122 વિધાયકોએ ઇ. પલાનીસ્વામીને મત આપી પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. જે બાદ તે બહુમત સાથે તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે. નોંધનીય છે કે આજે સવારે 11 વાગ્યાથી બહુમત પરીક્ષણ શરૂ થયું હતું. શરૂઆતથી જ ઇ પલાનીસ્વામીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે સરળતાથી બહુમત મેળવી લે છે. પણ આ બહુમત મેળવવો તેમના માટે એટલો પણ સરળ નહતો.

tamil nadu cm

નોંધનીય છે કે બહુમતની પ્રક્રિયા સવારે વિધાનસભામાં શરૂ થતા જ કોંગ્રેસ અને ડીએમકે તથા પન્નીરસેલ્વમ ગ્રુપના વિધાયકોએ સીક્રેટ વોટિંગની માંગ કરી. જે પર વિવાદ થતા ડીએમકે વિધાયકોએ ખુરશીઓ ફેંકી અને કાગળો પણ ઉછાળ્યા અને મુક્કેબાજી પણ કરી. જે બાદ સદન સ્થગિત કરવામાં આવ્યું. બપોરે 3 વાગ્યા પછી સદનની કાર્યવાહી શરૂ થતા જ સ્પીકરે મતદાનની પ્રક્રિયા ઝડપી કરી અને તે પછી પલાનીસ્વામી 122 મતો સાથે બહુમત મેળવ્યું.

tamil nadu

નોંધનીય છે કે સત્ર શરૂ થવાની પહેલા તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમના સમર્થક એમ.પંડિયારાજનનું કહેવું છે કે પન્નીરસેલ્વમના સમર્થનમાં 135 વિધાયકો વોટ આરામથી મેળવી લેશે. તો બીજી તરફ AIADMKના વિધાયકોનું કહેવું હતું કે તે ચિનમ્મા એટલે કે શશિકલા દ્વારા પસંદ કરવામાં આવેલા મુખ્યમંત્રી ઇ. પલાનીસ્વામીને સમર્થન આપશે. જો કે છેલ્લા કેટલાય દિવસથી ચાલતા આ રાજકીય ડ્રામામાં જેલમાં સજા કાપી રહેલ શશિકલાની જીત થઇ છે. તે આ મતદાન સ્પષ્ટ કરે છે.

English summary
Tamil Nadu assembly floor test updates. e Palaniswami became new CM of Tamilnadu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X