For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ સામે જંગમાં ટાટા ગ્રુપ આપશે 500 કરોડ, રતન ટાટાએ કહી આ વાત

ટાટા ગ્રુપ કોરોના વાયરસ સામે લડવા માટે 500 કરોડની મદદ કરશે.

|
Google Oneindia Gujarati News

ટાટા ગ્રુપ કોરોના વાયરસ સામે લડવા માટે 500 કરોડની મદદ કરશે. ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ કહ્યુ છે કે ટાટા પહેલા પણ જરૂરિયાતનના સમયે દેશમાં કામ આવતુ રહ્યુ છે અને આ વાખતે જરૂરિયાત સૌથી મોટી છે. ટાટા ટ્રસ્ટ આ મહામારી સામે લડવા માટે 500 કરોડ રૂપિયા આપશે. શનિવારે તેમણે ટ્વિટર પર આ લખ્યુ છે.

tata

રતન ટાટાએ પોતાના ટ્વિટમાં લખ્યુ, ટાટા ટ્રસ્ટ ફ્રંટલાઈન કામ કરી રહેલા આરોગ્યકર્મીઓ, ટેસ્ટિંગ કિટ, સંક્રમિત વ્યક્તિઓના ઈલાજ માટે સારી વ્યવસ્થા અને આરોગ્યકર્મીઓની ટ્રેનિંગ માટે 500 કરોડ રૂપિયા આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ટાટા ટ્રસ્ટ આ મહામારી સામે લડી રહેલા બધા લોકોનુ સમ્માન કરે છે. કોરોના સામે લડાઈમાં સામાન્ય લોકો સતત મદદ કરી રહ્યા છે. વળી, અમુક વેપારી કુટુંબો અને ફિલ્મી સ્ટાર્સ અને ખેલાડીઓ પણ સામે આવ્યા છે.

સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ, શિરડીએ મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 51 કરોડ રૂપિયા આપ્યા છે. દક્ષિણ ભારતની ફિલ્મોના ઘણા એક્ટર અને નિર્માતા કોરોના સામે લડાઈ માટે આર્થિક મદદ આપી ચૂક્યા છે. એક્ટર પ્રભાસે ચાર કરોડ રૂપિયા પીએમ અને સીએમ ફંડમાં દાન કર્યા છે. અભિનેતા પવન કલ્યાણ 2 કરોડ, ચિરંજીવી 1 કરોડ, મહેશ બાબુ 1 કરોડ, રામચરણ 70 લાખ, નિથિન રાહત કોષમાં દાન કરી ચૂક્યા છે.

ભારત અને દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા છેલ્લા અમુક દિવસોમાં ઘણી ઝડપથી વધી રહી છે જે ચિંતાનો વિષય બની રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 150થી વધુ નવા કેસ સામે આવ્યા છે. જે બાદ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 933 થઈ ગઈ છે. વળી, દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. ઈટલીમાં 9 હજારથી વધુ, સ્પેનમાં પાંચ હજારથી વધુ મોત આ વાયરસથી થઈ ગયા છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ કોઈ પણ પ્રકારની મદદ માટે આ નંબરો પર સંપર્ક કરોઆ પણ વાંચોઃ કોરોના વાયરસઃ કોઈ પણ પ્રકારની મદદ માટે આ નંબરો પર સંપર્ક કરો

English summary
tata group 500 Crores to fight Coronavirus Ratan Tata tweet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X