For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહની ટીમમાં આઠ નવા મંત્રી

|
Google Oneindia Gujarati News

manmohan-singh
નવી દિલ્હી, 17 જૂનઃ મિશન 2014ને ધ્યાનમા રાખીને પ્રધાનમંત્રી મનમોહન સિંહે સોમવારે પોતાની ટીમમાં આઠ નવા મંત્રી સામેલ કર્યા છે. કેબિનેટમાં મહત્વના વિસ્તારમાં 4 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે મલ્લિકાર્જૂન ખડકેને નવી જવાબદારી સોંપવામાં આવતા રેલવે મંત્રી બનાવવામાં આવ્યા છે.
ખડકે પહેલા શ્રમ રોજગાર મંત્રી હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ ભવનમાં નવા મંત્રીઓને શપથ અપાવ્યા હતા. કેબિનેટ વિસ્તારને 2014ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસે આ વિસ્તારને ચૂંટણી સમીકરણ દુરસ્ત કરવાની કવાયદ કરી છે. તો ચાલો જાણીએ કોણ છે મનમોહન સિંહના આ નવા આઠ મંત્રી.

શીશરામ ઓલાઃ શ્રમ મંત્રાલય
86 વર્ષના શીશરામ ઓલા જાટ નેતા છે. રાજસ્થાનના ઝૂઝૂનૂથી લોકસભાના સાંસદ છે. ઓલા 1996થી સતત પાંચ વાર લોકસભા સાંસદ છે. યુપીએ 1 સરકારમાં પણ તેઓ મંત્રી હતા.

ઓસ્કર ફર્નાન્ડિસ- માર્ગ-હાઇવે મંત્રાલય

72 વર્ષીય કર્ણાટકથી રાજ્યસભા સાંસદ ફર્નાન્ડિસ ગાંધી પરિવારના ઘણા નજીક મનાય છે. તેમને સંગઠનના કામનો સારો અનુભવ છે. તેઓ યુપીએ 1માં પણ મંત્રી હતા.

ગિરિજા વ્યાસઃ આવાસ, શહેરી વિકાસ મંત્રાલય
રાજસ્થાનના ચિતૌડગઢથી સાંસદ છે. 67 વર્ષીય ગિરિજા વ્યાસ કોંગ્રેસના જૂના અને અનુભવી નેતા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ પણ છે. 1991માં પહેલી વાર લોકસભાના સાંસદ બન્યા હતા.

કે એસ રાવઃ કપડાં મંત્રાલય
આંધ્ર પ્રદેશના એલુરથી કોંગ્રેસના સાંસદ છે. તેમણે સંયુક્ત આંધ્રના સમર્થક માનવામાં આવે છે. તેઓ તેલંગણાની વિરોધમાં છે.

માનિક રાવ ગાવિતઃ સામાજિક કલ્યાણ રાજ્ય મંત્રી
મહારાષ્ટ્રના પછાત વિસ્તાર નંદુરબારના સાંસદ છે. તેમને સામાજિક કલ્યાણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

સંતોષ ચૌધરીઃ સ્વાસ્થય્ય રાજ્યમંત્રી
પંજાબના હોશિયારપુરના સાંસદ છે. તેમને સ્વાસ્થ્ય રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ઇ એમ એસ નચિયપ્પન
તમિલનાડુથી રાજ્યસભા સાંસદ છે. તમિલ મનિલા કોંગ્રેસ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા.

જેડી સીલમ

આંધ્ર પ્રદેશથી રાજ્યસભામાં સાંસદ છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X