
તરૂણ તેજપાલની ધરપકડ પર 50-50ની ગેમ
તહેલકાના સંપાદક તરૂણ તેજપાલની ધરપકડ પર હવે 50-50ની ગેમ શરૂ થઇ ગઇ છે. જી હાં, એક તરફ ગોવા સેશન કોર્ટે શનિવારે સવારે 10 વાગ્યા સુધી તરૂણ તેજપાલને અંતરિત રાહત આપી દીધી છે, તો બીજી તરફ આમ જનતા મતે તેજપાલની ધરપકડને લઇને સંશય ઉંડો થવા લાગ્યો છે.
મહિલા પત્રકારના યૌન શોષણના મામલાના મુખ્ય આરોપી તરૂણ તેજપાલની હવે કાલ સવાર સુધી પોલીસ ધરપકડ નહીં કરી શકે, પરંતુ હાં પોલીસની એક ટીમ 24 કલાક તેજપાલના ઘર પર દેખરેખ રાખશે. આ અંગે જ્યારે અમે પોલના માધ્યમથી અમારા વાચકોને પૂછ્યું તો તેમના જવાબ ચોંકાવનારા હતા. શુક્રવારે સાંજ સુધીમાં 3818 લોકોએ આ પોલમાં ભાગ લીધો, જેમાંથી 50.1 ટકા એટલે કે 1913 લોકોનું કહેવું છે કે, તેમનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એટલે કે ધરપકડ થઇ જાય તો પણ તે દોષી જાહેર થયા પછી પણ તેમને સજા નહીં થાય.
આ સર્વેમાં 49.9 ટકા લોકોએ કાયદા પર પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત ક્યો અને કહ્યું કે, તરૂણ તેજપાલ કાયદાના શિકંજામાંથી બચીને નહીં જઇ શકે.