For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

22 દિવસ બાદ તેજપ્રતાપે ઐશ્વર્યાને લખી ‘દિલની વાત', ઈશારા-ઈશારામાં કહ્યુ બધુ

તેજપ્રતાપ યાદવે એક એવુ ટ્વિટ કર્યુ છે. જેણે છૂટાછેડા અંગે ઘણુ બધુ કહી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને આરજેડી નેતા તેજપ્રતાપ યાદવ પોતાની પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અરજી દાખલ કર્યા બાદ સમાચારોમાં છવાયેલા છે. વૃંદાવનમાં ભટકી રહેલા તેજપ્રતાપ અંગે પરિવારના લોકો દાવો કરી રહ્યા છે કે ટૂંક સમયમાં બધુ ઠીક થઈ જશે. લાલુ પ્રસાદ યાદવથી લઈને તેજસ્વી યાદવ અને તેમના જમાઈ સુધી તેજપ્રતાપને ઐશ્વર્યા સાથે રહેવા માટે મનાવવામાં લાગેલા છે. આ બધી કોશિશો વચ્ચે તેજપ્રતાપ યાદવે એક એવુ ટ્વિટ કર્યુ છે. જેણે છૂટાછેડા અંગે ઘણુ બધુ કહી દીધુ છે.

આ પણ વાંચોઃ દીપિકાની કાંજીવરમ સાડી ખરીદવા માટે ઉતાવળા થયા ફેન્સ, દુકાનમાં સ્ટોક ખતમઆ પણ વાંચોઃ દીપિકાની કાંજીવરમ સાડી ખરીદવા માટે ઉતાવળા થયા ફેન્સ, દુકાનમાં સ્ટોક ખતમ

તેજપ્રતાપે કર્યુ આ ટ્વિટ

તેજપ્રતાપે કર્યુ આ ટ્વિટ

તેજપ્રતાપ યાદવ પત્ની સાથે છૂટાછેડા મામલે કોઈનું સાંભળવા તૈયાર નથી. છેલ્લા ઘણા દિવસોથી દિલ્લી પહોંચેલા તેજપ્રતાપે પરિવારજનોને કહી દીધુ હતુ કે તે ઘરે ત્યારે જ પાછા આવશે જ્યારે તેમની છૂટાછેડાની વાત પર પરિવાર સંમત થશે. હવે તેજપ્રતાપ યાદવે ટ્વિટ કરી લખ્યુ છે, ‘... ‘ટૂટે સે ના ફિર જૂટે, જૂટે ગાંઠ પરિ જાય.' આ ટ્વિટને જોતા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે તેજપ્રતાપ યાદવ હાલમાં પોતાની પત્ની સાથે રહેવા માટે તૈયાર નથી અને છૂટાછેડાની વાત પર હજુ પણ અડગ છે.

શું આજે બિહાર પાછા ફરશે તેજપ્રતાપ?

શું આજે બિહાર પાછા ફરશે તેજપ્રતાપ?

તેજપ્રતાપ યાદવના આજે બિહાર પાછા ફરવા પર પણ શંકા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સમાચાર આવ્યા હતા તે તેજપ્રતાપ વૃંદાવનમાં રહીને ઘર અને પરિવારમાં સુખ-શાંતિ માટે એક વિશેષ પૂજા કરાવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ હતુ કે આ પૂજા કારતક મહિનામાં ખતમ થતા પૂર્ણ થશે અને આ પૂજા સમાપ્ત થયા બાદ તેજપ્રતાપ 23 નવેમ્બરે બિહાર પાછા જઈ શકે છે. બુધવારે તેજપ્રતાપે પોતાની મા રાબડી દેવીને ફોન પણ કર્યો હતો અને કહ્યુ હતુ કે તે 23 નવેમ્બરે બિહાર પાછા ફરશે પરંતુ હજુ સુધી તેમના બિહાર પાછા આવવા અંગે કોઈ જાણકારી નથી.

માએ કહ્યુ, પાછો આવશે મારો દીકરો

માએ કહ્યુ, પાછો આવશે મારો દીકરો

ઉલ્લેખનીય છે કે આ પહેલા હાલમા જ ગયા સોમવારે તેજપ્રતાપની મા રાબડી દેવી આઈઆરસીટીસીના ટેંડર ગોટાળા મામલે કોર્ટમાં હાજર થવા માટે દિલ્લી આવ્યા હતા. તે સમયે પોતાના પુત્ર તેજપ્રતાપ યાદવ સાથે તેમની મુલાકાતના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. દિલ્લીમાં લાલુ પ્રસાદ યાદવના જમાઈ રાહુલ તેજપ્રતાપ અને મા રાબડી દેવીની મુલાકાત કરાવવાની કોશિશમાં લાગ્યા હતા. હાજરી બાદ દિલ્લીથી પટના પાછા ગયેલા રાબડી દેવીને જ્યારે તેજપ્રતાપ યાદવ અંગે સવાલ પૂછવામાં આવ્યા તો તેમણે કહ્યુ, ‘અમારો પુત્ર તેજપ્રતાપ યાદવ અમારી વાત જરૂર માનશે અને ખૂબ જલ્દી ઘરે પાછો આવશે.' જો કે તેજપ્રતાપ સાથે દિલ્લીમાં રાબડી દેવીની મુલાકાત થઈ કે નહિ તેના વિશે તેમણે મીડિયાને કંઈ જણાવ્યુ નહોતુ.

જીજાજીને વિવાદ ઉકેલવાની જવાબદારી

જીજાજીને વિવાદ ઉકેલવાની જવાબદારી

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી તેજપ્રતાપ યાદવના સૌથી નાના જીજાજી અને સપા સાંસદે મામલો ઉકેલવાની જવાબદારી ઉઠાવી હતી. લાલુ પ્રસાદ યાદવના પરિવાર સાથે જોડાયેલા સૂત્રોની માનીએ તો તેજપ્રતાપના છૂટેછેડા મામલે સપા સાંસદ ઈચ્છે છે કે પતિ-પત્ની સાથે રહે અને આના માટે તેઓ ઘણા દિવસોથી તેજપ્રતાપના સંપર્કમાં છે. તેજપ્રતાપ યાદવ મુલાયમ સિંહ યાદવના પૌત્ર અને લાલુ પ્રસાદ યાદવની નાની પુત્રી રાજલક્ષ્મીના પતિ છે. યુપીની મેનપુરી લોકસભા સીટથી સાંસદના લગ્ન લાલુ પ્રસાદ યાદવની પુત્રી રાજલક્ષ્મી સાથે 26 ફેબ્રુઆરી, 2015ના રોજ થયા હતા.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ભાજપનું મોટુ પગલુ, 4 મંત્રીઓ સહિત 11 બાગી નેતાઓને કર્યા સસ્પેન્ડઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં ભાજપનું મોટુ પગલુ, 4 મંત્રીઓ સહિત 11 બાગી નેતાઓને કર્યા સસ્પેન્ડ

English summary
Tej Pratap Yadav Tweets Over His Divorce Issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X