For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે મોદીની રેલીને ટાર્ગેટ કરી શકે પાકિસ્તાની આતંકીઓ, સખ્ત સુરક્ષા વ્યવસ્થા

આજે મોદીની રેલીને ટાર્ગેટ કરી શકે પાકિસ્તાની આતંકીઓ, સખ્ત સુરક્ષા વ્યવસ્થા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ CAA પર દેશભરમાં ભારે વિરોધનો સામનો કરી રહેલ ભારતીય જનતા પાર્ટી આજે દિલ્હીમાં ધન્યવાદ રેલીનું આયોજન કરી રહી છે. ભાજપે રાષ્ટ્રીય રાજધાનીની 1734 ગેરકાયદે કોલોનીઓનો નિયમિત કરવા પર પીએમ મોદીને ધન્યવાદ આપવા માટે રામલીલા મેદાનમાં સવારે વિશાળ રેલીનું આયોજન કર્યું છે. સવારે 11 વાગ્યે પીએમ મોદી આ રેલીમાં સામેલ થશે. રામલીલા મેદાનમાં આયોજિત થનાર આ રેલીમાં 2 લાખ લોકો પહોંચે તેવી સંભાવના છે.

પીએમ મોદીની ધન્યવાદ રેલી

પીએમ મોદીની ધન્યવાદ રેલી

જણાવી દઈએ કે હાલમાં પીએમ મોદીએ દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાની ગિફ્ટ આપી છે. આ ફેસલાના 40 લાખ લોકોને માલિકાના હક મળ્યો છે. આ ફેસલા બાદ દિલ્હી ભાજપે ધન્યવાદ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં ભારે ભીડ એકઠી થવાની સંભાવના છે. જ્યારે આ વિશાલ રેલીની સાથે ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બિગુલ ફૂંકશે.

આતંકીઓના નિશાન પર છે પીએમ મોદીની રેલી

આતંકીઓના નિશાન પર છે પીએમ મોદીની રેલી

આ રેલીને લઈ ગુપ્તચર વિભાગે અલર્ટ જાહેર કર્યું છે. અલર્ટ મુજબ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ રામલીલા મેદાનમાં થનાર આ વિશાળ રેલી દરમિયાન પીએમ મોદીને ટાર્ગેટ બનાવી શકે છે. ગુપ્તચ વિભાગે વિશેષ સુરક્ષા સમૂહ અને દિલ્હી પોલીસને અલર્ટ જાહેર કરી દીધું છે. ગુપ્તચર જાણકારી મુજબ આ રેલીમાં પીએમ મોદીને ટાર્ગેટ બનાવવા માટે દિલ્હીમાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ ષડયંત્ર રચ્યું છે.

સખ્ત સુરક્ષા ઈંતેજામ

સખ્ત સુરક્ષા ઈંતેજામ

ગુપ્તચર જાણકારી બાદ આ રેલીને લઈ સુરક્ષાના સખ્ત ઈંતેજામ કરવામાં આવ્યા છે. રામલીલા મેદાનમાં સુરક્ષાની જવાબદારી વિશેષ સુરક્ષા સમૂહ અને દિલ્હી પોલીસ સંભાળશે. બ્લૂ બુલના અધ્યાય 10માં જણાવેલ દિશાનિર્દેશોનું પાલન કરવાાં આવશે. સીસીટીવીથી સુરક્ષા પર દેખરેખ રાખવામાં આવશે. ખુણે-ખુણે સુરક્ષાબળની તહેનાતી કરી દેવામાં આવી છે.

નાગરિકતા કાયદોઃ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર 14 દિવસ માટે તિહાર જેલ મોકલાયાનાગરિકતા કાયદોઃ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર 14 દિવસ માટે તિહાર જેલ મોકલાયા

English summary
As Prime Minister Narendra Modi gears up for a rally at Ramlila Maidan in Delhi on December 22, intelligence reports reveal that Jaish-e-Mohammed a Pakistan based terror group is conspiring to target Modi at the venue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X