ઠાકરેની ધમકી: ભારત-પાક વચ્ચે વચ્ચે ક્રિકેટ સીરીઝ રમાવવા દઇશું નહી

બાલ ઠાકરેએ લખ્યું છે કે 'જો સુશિલ કુમાર શિંદેએ હિન્દુસ્તાન-પાકિસ્તાન વચ્ચેના મેચ નિવેદન પાછું નહી લે તો તે લોકોને અપીલ કરશે કે પાકિસ્તાનની જ્યાં જ્યાં મેચ રમાવવાની છે તે મેચોને ઉધાડી ફેંકવાની અપીલ કરશે.
બાલ ઠાકરેએ શિંદે પર સવાલ કરતાં કહ્યું હતું કે તે પાકિસ્તાનને ભારતમાં ક્રિકેટ મેચ રમાડવાની નાદાની કેમ કરી રહ્યાં છે? શિંદે કહે છે કે બધુ ભૂલી જાવ પરંતુ પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઇ પર જે કહેર વર્તાવ્યો હતો તેને કેવી ભૂલી જઇએ. 26/11ના જખમો હજી ભર્યા નથી તે હજુ સુધી તાજા છે.
ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો પહેલાં ગૃહ મંત્રાલયે ભારત અને પાકિસ્તાનના વચ્ચેની સીરીજને લીલીઝંડી આપી હતી. પાંચ વર્ષ બાદ બંને દેશો વચ્ચે ડિસેમ્બરના અંતમાં મેચ રમાશે. જો કે ભારત-પાકિસ્તાનની એકપણ મેચ મુંબઇમાં રાખવામાં આવી નથી. પરંતુ ઠાકરેના આ નિવેદનથી સીરીજ પર સંકટ આવી શકે છે.












Click it and Unblock the Notifications
