For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોધગયા બ્લાસ્ટ: 'એમોનિયમ નાઇટ્રેટ અને ટાઇમરનો ઉપયોગ થયો હતો'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 જુલાઇ: વિશ્વવિખ્યાત તીર્થસ્થળ બોધગયામાં અને મહાબોધિ મંદિર પરિસરને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા વિસ્ફોટોમાં ઉપયોગ કરવામાં આવેલા બોમ્બમાં એમોનિયમ નાઇટ્રેટ અને સલ્ફરનું મિશ્રણ હતું તથા તેમને સિફતપૂર્વક નાના સિલિન્ડરોમાં લગાવવામાં આવ્યા હતા. ઘટનાની શરૂઆતી તપાસમાં આ વાત સામે આવી છે.

વિસ્ફોટ સ્થળથી નમૂના એકત્ર કરનાર રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનએસજી)ની ટીમે કેન્દ્રિય ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ મોકલ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આઇઇડી જેવા ઓછી તીવ્રતાવાળા બોમ્બનો ઉપયોગ ટાઇમરના માધ્યમથી કરવામાં આવ્યો હતો.

bodh-gaya-balst-600

એનએસજીના વિસ્ફોટો બાદ વિશ્લેષણમાં એમપણ કહેવામાં આવ્યું છે કે એમોનિયમ નાઇટ્રેટ, સલ્ફર આર પોટેશિયમમાં કેટલાક છરા પણ ભેળવવામાં આવ્યા હતા જેથી મંદિર પરિસરમાં વિભિન્ન સ્થળો પર નુકસાન કરી શકાય. વિસ્ફોટક નાના સિલેન્ડરોમાં રાખવામાં આવ્યા હતા જેનો વાણિજ્યક ઉપયોગ થાય છે. ઘટનાસ્થળે પહોંચેલી એનએસજીની ટીમ ઘટનાસ્થળેથી નમૂના એકત્ર કર્યા બાદ પરત ફરશે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી.

English summary
Initial forensic analysis of the bombs that ripped through the Bodh Gaya temple premises points to the use of ammonium nitrate in them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X