દિલ્હીની ચાંદની ચોક બેઠક પર થશે રોમાંચક મુકાબલો

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 માર્ચ: 10 એપ્રિલના રોજ દિલ્હીની ચાંદની ચોક બેઠક પર લોકસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે અને આ દરમિયાન અહીં ચૂંટણીનો શ્રેષ્ઠ મુકાબલો જોવા મળશે. આ બેઠક પરથી કોંગ્રેસના કપિલ સિબ્બલ, આપ પાર્ટી તરફથી આશુતોષ અને ભાજપના હર્ષવર્ધન એકબીજાને ટક્કર આપી રહ્યા છે. વર્ષ 2009માં સિબ્બલે ભાજપના વિજેન્દ્ર ગુપ્તાને 2,00,710 મતોથી માત આપી હતી.

66 વર્ષીય કપિલ સિબ્બલ વ્યવસાયે એક વકિલ છે અને તેઓ યૂપીએ સરકારમાં ઘણા મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે, જેમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી, માનવ સંસાધન વિકાસ, કમ્યુનિકેશન અને આઇટી અને વિધિ તથા ન્યાયનો સમાવેશ થાય છે.

આશુતોષ હિન્દી પત્રકારત્વ જગતના એક જાણીતા પત્રકાર છે અને તેમની પર અણ્ણા હઝારેના નેતૃત્વમાં શરૂ થયેલા જનલોકપાલ આંદોલનનો ખૂબ જ પ્રભાવ છે. તેમનાથી પ્રભાવિત થઇને આશુતોષે એક પુસ્તક પણ લખ્યું હતું જેનું શીર્ષક 'અણ્ણા: 13 ડેઝ ડેડ અવેક્ડ ઇન્ડિયા' હતું.

ભાજપના નેતા હર્ષવર્ધન પૂર્વ આરએસએસ સભ્ય પણ રહી ચૂક્યા છે અને તેઓ વ્યવસાયે એક ડોક્ટર પણ છે. હર્ષ વર્ધન વર્ષ 2013માં થયેલી ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી મુખ્મમંત્રી પદના ઉમેદવાર હતા.

જાણો આ ઉમેદવારો કોણ છે અને વિશ્લેષકો શું કહે છે...

કોણ છે કપિલ સિબ્બલ

કોણ છે કપિલ સિબ્બલ

66 વર્ષીય કપિલ સિબ્બલ વ્યવસાયે એક વકિલ છે અને તેઓ યૂપીએ સરકારમાં ઘણા મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે, જેમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી, માનવ સંસાધન વિકાસ, કમ્યુનિકેશન અને આઇટી અને વિધિ તથા ન્યાયનો સમાવેશ થાય છે. સિબ્બલ પહેલીવાર વર્ષ 1998માં બિહારથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2004માં તેમણે જ્યારે લોકસભા ચૂંટણી લડી તો ભાજપની સ્મૃતિ ઇરાણીને લગભગ 80,000 વોટોથી માત આપી હતી. જ્યારે વર્ષ 2009ની ચૂંટણીમાં તેમણે ભાજપના વિજેન્દ્ર ગુપ્તાને બે લાખથી પણ વધારે વોટોથી માત આપી હતી.

કોણ છે આશુતોષ

કોણ છે આશુતોષ

આશુતોષ હિન્દી પત્રકારત્વ જગતના એક જાણીતા પત્રકાર છે અને તેમની પર અણ્ણા હઝારેના નેતૃત્વમાં શરૂ થયેલા જનલોકપાલ આંદોલનનો ખૂબ જ પ્રભાવ છે. તેમનાથી પ્રભાવિત થઇને આશુતોષે એક પુસ્તક પણ લખ્યું હતું જેનું શીર્ષક 'અણ્ણા: 13 ડેઝ ડેડ અવેક્ડ ઇન્ડિયા' હતું. આશુતોષ પહેલા એવા બિન-અંગ્રેજી પત્રકાર છે જેમને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી આપવામાં આવતી પ્રતિષ્ઠિત છાત્રવૃત્તિ મળી છે. ઉત્તર પ્રદેશના આશુતોષ આ વર્ષે જાન્યુઆરીમાં આપ પાર્ટીમાં જોડાયા હતા અને હવે તેઓ પ્રવક્તા તરીકે પાર્ટીમાં કાર્ય કરી રહ્યા છે.

કોણ છે હર્ષવર્ધન

કોણ છે હર્ષવર્ધન

ભાજપના નેતા હર્ષવર્ધન પૂર્વ આરએસએસ સભ્ય પણ રહી ચૂક્યા છે અને તેઓ વ્યવસાયે એક ડોક્ટર પણ છે. હર્ષ વર્ધન વર્ષ 2013માં થયેલી ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી મુખ્મમંત્રી પદના ઉમેદવાર હતા. વર્ષ 1993 અને 1998માં જ્યારે દિલ્હીમાં ભાજપની સરકાર હતી તો હર્ષવર્ધનની પાસે ઘણા મહત્વના વિભાગોની જવાબદારી હતી. 60 વર્ષીય હર્ષવર્ધને એક પણ વિધાનસભા ચૂંટણી લડી નથી પરંતુ તેઓ દિલ્હીમાં ભાજપના બહુમતથી થોડેક જ દૂર રહી જવાના કારણે સરકાર બનાવી શક્યા નહીં.

શું વિચારે છે વિશ્લેષકો

શું વિચારે છે વિશ્લેષકો

કપિલ સિબ્બલને આ વખતે એન્ટી-ઇનકમ્બેન્સીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ કોંગ્રેસ વિરુધ્ધ વોટ હર્ષવર્ધન અને આશુતોષની વચ્ચે વહેચાઇ જવાથી બની શકે છે કે તેમને છેલ્લે ફાયદો થઇ જાય.

English summary
Interesting competition will be seen on Delhi's Chandani Chowk's Lok Sabha seat as it Kapil Sibbal, Ashutosh and Harsh Vardhan will face each other.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X