For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરના આતંકવાદી તાલિબ લાલીની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 4 સપ્ટેમ્બર: ઇન્ડિયન મુજાહિદ્દીનના કિંગપિન યાસીન ભટકલની ધરપકડ બાદ આજે સુરક્ષાબળોએ આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડરની ધરપકડ કરવામાં આવી છે.

સુરક્ષા બળોએ કમાન્ડર ઉપરાંત તેમના બે અન્ય સાથીઓની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા હિજબુલ કમાન્ડરનું નામ તાલિબ લાલી છે અને તે કાશ્મીરનો અત્યાર સુધીનો જુનો જીવતો આતંકવાદી માનવામાં આવી રહ્યો છે. સુરક્ષા બળોએ તેને એક નાની મુઠભેડ બાદ જમ્મૂ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી 40 કિમી દુરથી તેના ગૃહનગર અજસથી ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ સુરક્ષા બળોને જાણકારી મળી હતી કે હિજબુલનો ટોચનો કમાન્ડર તાલિબ લાલી અહી હાજર છે અને આતંકવાદી ગતિવિધિઓની ફિરાકમાં છે. માહિતી મળતાં સુરક્ષા બળોએ આજે સવારે અજસ વિસ્તારની ઘેરાબંધી કરી દિધી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરી દિધું.

terrorist-arrested

સુરક્ષા બળોના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લાલી ગત ગત 15 વર્ષથી સક્રિય હતો અને વિભિન્ન પદો પરથી પસાર થતાં તે ઘાટીમાં હુજબુલ મુજાહિદ્દીનના ટોચના લોકોમાં સામેલ થઇ ગયો.

સૂત્રોના જણાવ્યા અનુસાર લાલી ઉપરાંત તેના બે સહયોગીઓ અબ્દુલ રાશિદ લાલી અને શૌકત અહમદ મીરને પણ ગોળીબારી બાદ સુરક્ષા બળોએ ધરપકડ કરી લીધી હતી.

તેમને કહ્યું હતું કે ગોળીબારના કારણે તેને કેટલાક હથિયાર અને કારતૂસો મળી આવ્યા છે પરંતુ આ ગોળીબારીમાં કોઇપણ જાતનું નુકસાન થયું નથી. મળતી માહિતી મુજબ આ ત્રણેયને પુછપરછ માટે કોઇ અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે.

English summary
Security forces on Wednesday arrested one of the top commanders of terror outfit Hizbul Mujahideen along with two other suspects from Bandipora district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X