• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન વખતે સળગતુ પુતળુ લોકો પર પડ્યુ, કેટલાક લોકો ઘાયલ!

By Desk
|
Google Oneindia Gujarati News

યમુનાનગર : દેશભરમાં આજે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ જગ્યાઓ પર લોકો રાવણ દહન કરી રહ્યા છે. આ દરમિયાન હરિયાણાના યમુનાનગરથી દુર્ધટનાના સમાચાર સામે આવ્યા છે.

મળતી વિગતો અનુસાર, હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન દરમિયાન રાવણનું પુતળુ સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. તમને જણાવી દઈએ કે, યમુનાનગરમાં દશેરા ગ્રાઉન્ડમાં આ ઉજવણી ચાલી રહી હતી, આ દરમિયાન પુતળુ તુડ્યુ હતુ અને સળગતી હાલતમાં લોકો પર પડ્યુ હતુ. જેમાં 7 લોકો દંટાયા હતા.

આ દુર્ઘટનાને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના દરમિયાન 3 લોકોને ઈજા પહોંચી હતી તો 2 લોકો ફટાકડાને કારણે દાઝ્યા હતા. જો કે નાસભાગ સર્જાતા પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો.

English summary
Tragedy at Ravana Dahan in Haryana's Yamunanagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X