મોદીની સુરક્ષામાં 2 જવાનોના મોત, 5 ઇજાગ્રસ્ત

મળતી જાણકારી અનુસાર યુપીના ફિરોઝાબાદની નજીક સિરસાગંઝમાં નેશનલ હાઇવે પર જઇ રહેલી ગુજરાત પોલીસની કાર અને ટ્રકમાં ટક્કર થઇ ગઇ. આ ઘટનામાં 2 પોલીસ જવાનોના મોત થયા છે અને 5 ઘાયલ થયા છે. મૃતકોમાં એક ડ્રાઇવર અને એક બોમ્બ સ્ક્વોડના એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ ગુજરાત પોલીસની ટીમ પટણા પ્રવાસે આવી રહેલા મોદીની સુરક્ષા માટે આવી રહી હતી.
મોદીના બિહાર પ્રવાસને પગલે સુરક્ષા માટે એડીજી, બે ડીઆઇજી, 12 ડીએસપી અને એક હજાર એસટીએફના જવાનો ગુજરાતથી બિહાર જઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીની આ સુરક્ષા ટીમ તેમની પહેલા પહોંચીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરના રોજ ભાજપે પટણાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દરમિયાન 6 વિસ્ફોટો થયા હતા. જેમાં 6 લોકોના મોત થયા હતા અને 80 વધુ લોકો ગંભીર રીતે ગવાયા હતા. મોદીની રેલીમાં વિસ્ફોટ થવાના પગલે દેશની રાજનીતિમાં જોરદાર અફડાતફડી મચી જવા પામી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે આજે રાત્રે નરેન્દ્ર મોદી પટણા જવા માટે રવાના થવાના છે, અને 2 નવેમ્બરના રોજ પીડિતો સાથે મુલાકાત કરશે, અને વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે પણ જશે.












Click it and Unblock the Notifications
