For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સેનાની બેઠક, મુંબઇમાં કલમ 144 લાગુ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. જ્યારે ગુવાહાટીમાં બેઠેલા એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે, ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ બળવાખોર ધારાસભ્યો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. સુત્રો દ્વારા મળતી માહિ

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. જ્યારે ગુવાહાટીમાં બેઠેલા એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે, ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ બળવાખોર ધારાસભ્યો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉદ્ધવ ઠાકરેએ સેનાની મોટી બેઠક બોલાવી છે. બીજી તરફ એકનાથ શિંદેએ નવી પાર્ટી બનાવી છે જેનુ નામ શિવસેના બાલા સાહેબ રાખવામાં આવ્યું છે.

Uddhav Thackeray

મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક વિખવાદ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

શિવસેના આસામ રાજ્ય એકમના વડા રામ નારાયણ સિંહે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે પાછા આવવા માટે પત્ર લખ્યો છે. દરમિયાન એનસીપી અને શિવસેનાના આસામ એકમોએ આસામના ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં તેને સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હાલમાં આ હોટલમાં રોકાયા છે.

English summary
Uddhav Thackeray called Sena meeting, Section 144 applied in Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X