શું છે Virtual Aadhar ? UIDAI જલ્દી જ શરૂ કરશે આધારની આ નવી પ્રણાલી

Posted By:
Subscribe to Oneindia News

શું છે Virtual Aadhar? હાલ આ સવાલનો જવાબ જાણવા અનેક લોકો પ્રયાસ કરી રહ્યા છે. UIDAI દ્વારા આધાર નંબરને સુરક્ષિત રાખવા માટે એક નવી પ્રણાલી અપનાવી છે. UIDAI આધાર માટે એક વર્ચ્યુઅલ આઇડી જાહેર કરવાની છે. કેવાઇસીના સમયે તે જ આઇડીનો ઉપયોગ કરવામાં આવશે. યુઆઇડીએઆઇ દરેક આધાર કાર્ડ માટે એક વર્ચ્યુઅલ આઇડી તૈયાર કરવાની સુવિધા લાવી રહી છે. આ દ્વારા તમને જ્યારે પણ તમારી આધાર ડિટેલ આપવાની જરૂર પડશે ત્યારે તમારે 12 આંકડાનો આધાર નંબર આપવાની બદલે 16 નંબરની વર્ચુઅલ આઇડી આપવો પડશે. યુઆઇડીએઆઇએની આ સુવિધામાં તમે તમારું નામ અને વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરી શકશો તેવી સુવિધા પણ આપશે. આ રીતે તમે તમારી મરજીનો નંબર પણ પસંદ કરીને સામે વાળી એજન્સીને આપી શકો છો. જાતે નંબર જનરેટ કરવાનો તે ફાયદો પણ રહેશે કે તમને સરળતાથી તમારો નંબર પણ યાદ રહેશે.

Aadhaar ID,

આમ તમારી આધાર ડિટેલ તો સુરક્ષિત રહેશે જ અને તમે મોબઇલ નંબરની જેમ સરળતાથી તમારો આધાર આઇડી નંબર પણ કોઇને આપી શકશો. વર્ચ્યુઅલ આઇડી વ્યવસ્થા દ્વારા તમામ એજન્સી સરળતાથી તમારું આધાર વેરિફિકેશન કરાવી શકાશે અને પેપરલેસ કામ થશે. સાથે જ તે તમારા આધાર નંબર સુધી નહીં પહોંચી શકે પણ તમારા આધાર સાથે જોડાયેલું કામ તે પૂરી કરી આપશે. તમામ એજન્સીને આ નવી વ્યવસ્થા 1 જૂન 2018 સુધી લાગુ કરવાનો રહેશે. આ સાથે જ યુઆઇડીએઆઇની તમામ એજન્સીઓને બે શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે. તેમાં એક સ્થાનિક અને બીજી વૈશ્વિક શ્રેણી હશે. આ એજન્સીઓના નામ આ શ્રેણીઓમાં શામેલ કરવામાં આવશે.

Aadhaar

તેમ પણ મનાઇ રહ્યું છે કે UIDAI એ આધાર નંબર માટે એક ટોકન જાહેર કરશે. થોડા દિવસ પહેલા આધાર નંબરની સિક્યોરીટીને લઇને ખતરો છે તેવી વાત આવી હતી. ખબર મુજબ વ્હોટ્સઅપ એપ દ્વારા એક ટ્રેડરથી 100 કરોડ આધાર જાણકારી ખરીદી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 500 રૂપિયા આપી તમે 10 મિનિટમાં તમે કોઇના પણ આધારની જાણકારી દેખી શકો છે. અને કોઇનું પણ નામ, પોસ્ટલ કોડ, ફોટો અને ઇમેલ આઇડી પણ જોઇ શકો છો. પાછળથી આ મામલે એફઆઇઆર પણ થઇ હતી.

English summary
UIDAI announces virtual Aadhaar ID, hopes it will solve privacy problems. Read more about virtual Aadhaar here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.